• નેધરલેન્ડ સંસ્થા BYCS દ્વારા દુનિયાના મોટા શહેરોમાં લોકો વધુમાં વધુ સાયકલનો ઉપયોગ કરતા થાય તે માટે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો
  • આજે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ને ધ્યાનમાં રાખીને આ વખતે સાયકલ તેમને આપવામાં આવી
  • ડોનેશન પેટે મળેલી સાયકલને વપરાશકર્તા વેચી શકશે નહિ
  • પર્યાવરણના જતન ને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નવો કોન્સેપ્ટ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ શરૂ કરાયો – સુરેશ જૈન

Watchgujarat. સુરત શહેરમાં છેલ્લા બે વર્ષથી રિસાયકલ પ્રોજેક્ટ કાર્યરત છે. કોરોના સંક્રમણને કારણે આ પ્રોજેક્ટમાં બધું કામ થઈ શક્યું નથી. પરંતુ આ પ્રોજેક્ટ પર્યાવરણ માટે ખૂબ જ મહત્વનો પુરવાર થઈ શકે એમ છે. નેધરલેન્ડ સંસ્થા BYCS દ્વારા દુનિયાના મોટા શહેરોમાં લોકો વધુમાં વધુ સાયકલનો ઉપયોગ કરતા થાય તે માટે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ સંસ્થાના પ્રતિનિધિઓ શહેરમાં બિન ઉપયોગી થયેલી સાયકલો ને એકત્રિત કરે છે. ત્યારબાદ તેને રીપેરીંગ કરીને જરૂરિયાતવાળા વ્યક્તિને આપવામાં આવે છે.

મિનિ બજાર ખાતે આવેલા સૌરાષ્ટ્ર સમાજ વાડી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 21 જેટલા વિદ્યાર્થીઓને સાયકલ આપવામાં આવી હતી. ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ને ધ્યાનમાં રાખીને આ વખતે સાયકલ તેમને આપવામાં આવી હતી. જો કે સંસ્થા દ્વારા માત્ર વિદ્યાર્થીઓને આપવામાં આવશે એવી કોઈ ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા નથી. પરંતુ હાલ કોરોના સંક્રમણને કારણે અનેક પરિવારોની આર્થિક મુશ્કેલી વધી છે. ત્યારે બાળકોને પોતાના સ્કૂલ કે ટ્યુશનમાં જવા માટે મદદરૂપ થઈ શકવાના આશયથી સાયકલ આપવામાં આવી છે. આ બાળકોને એક વર્ષ સુધી સાયકલ આપવામાં આવી છે. આ સાયકલના તેઓ કોઈને વેચી શકશે નહીં. જો તેમને ઉપયોગી ન થતી હોય તો ફરીથી તેમણે આ સંસ્થાને પરત આપવાની રહેશે તેમજ એક વર્ષ દરમિયાન 5 જેટલા વૃક્ષો વાવવાના રહેશે.

રી સાઈકલ પ્રોજેક્ટના સભ્ય સુરેશ જૈનને જણાવ્યું કે UNO સાથે રહીને આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યું છે. પર્યાવરણના જતન ને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નવો કોન્સેપ્ટ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ શરૂ કરાયો છે. સંસ્થા દ્વારા 2030 સુધીમાં મોટા શહેરોમાં 50 ટકા લોકો સાઇકલનો ઉપયોગ કરતા થાય તે પ્રકારની જાગૃતિ લાવવાનું અભિયાન શરૂ કરાયું છે. કોરોના સંક્રમણને કારણે આ પ્રોજેક્ટમાં વધુ કામ કરી શક્યા નથી પરંતુ હવે સ્થિતિ સુધરી છે. ત્યારે અમે ધીરે ધીરે આ પ્રોજેક્ટ ને ખૂબ ઝડપથી આગળ લઈ જવાની તૈયારી કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud