• સામાન્ય રીતે ચોમાસાની રૂતુમાં વન્ય જીવો રહેણાંક વિસ્તારો અથવાતો કામ કરવાના સ્થળે આવી પહોંચતા હોય છે
  • વડોદરા જિલ્લાના સાંગાડોલ ગામના એક ખેતરમાં લાંબો અજગર જઇ ચઢ્યો
  • ઘટના સ્થળ પર જઇને જોતા અજગર ખેતરમાં આવેલી ઝાડીમાં સંતાઇ ગયો હતો
  • સંતાઇ ગયેલા અજગરને વોલંટીયરે યુક્તિ પુર્વક બહાર કાઢ્યો

WatchGujarat. વડોદરા જિલ્લામાં આવેલા એક ખેતરમાં 6 ફુટ લાંબો અજગર આવી ચઢ્યો હતો. અજગરને જોતા જ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અજગરને રેસ્ક્યૂ કરવા માટે કલાક સુધી જહેમત ઉઠાવી હતી. આખરે અજગરને સલામત રીતે રેસ્ક્યૂ કરી વન વિભાગને સોંપી દેવામાં આવ્યો હતો.

વડોદરા તથા આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં જંગલ વિસ્તાર આવેલો છે. સામાન્ય રીતે ચોમાસાની રૂતુમાં વન્ય જીવો રહેણાંક વિસ્તારો અથવાતો કામ કરવાના સ્થળે આવી પહોંચતા હોય છે. પરંતુ વડોદરામાં એનજીઓની કામગીરી ત્વરિત હોવાને કારણે માનવો અને વન્ય જીવો વચ્ચે ઘર્ષણની ઘટનાઓ ખુબ ઓછા પ્રમાણમાં બનતી હોય છે.

વડોદરા જિલ્લાના સાંગાડોલ ગામના એક ખેતરમાં લાંબો અજગર જઇ ચઢ્યો હતો. અજગર આવી જવાને કારણે સ્થાનિકોમાં ભયના માહોલ સાથે ફફડાટ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ અજગરને રેસ્ક્યૂ કરવા માટે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના પ્રેસીડેન્ટ અરવિંદ પવારનો સંપર્ક સાધ્યો હતો. અરવિંદ પવારને રેસ્ક્યૂ કોલ મળતાની સાથે તાત્કાલિક ટીમના વોલંયીટરને રેસ્ક્યૂ ઓપરેશન માટે મોકલી આપ્યો હતો. ઘટના સ્થળ પર જઇને જોતા અજગર ખેતરમાં આવેલી ઝાડીમાં સંતાઇ ગયો હતો.

સંતાઇ ગયેલા અજગરને વોલંટીયરે યુક્તિ પુર્વક બહાર કાઢ્યો હતો. અને તેને સલામત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો. સમગ્ર રેસ્ક્યૂ ઓપરેશનમાં કલાક જેટલો સમય લાગ્યો હતો. અજગરને રેસ્ક્યૂ કરવામાં આવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટનો વોલંટીયર્સે અજગરને રેસ્ક્યૂ કરીને સલામત રીતે વનવિભાગને સોંપી દીધો હતો. 6 ફુટ લાંબા અજગરનું રેસ્ક્યૂ કરવાને કારણે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આમ, વન્ય જીવ કામના સ્થળે આવી જવાને કારણે સ્થાનિકો ભયમાં મુકાયા હતા. પરંતુ સેવાભાવી સંસ્થાના વોલંયીટર્સે સમયસર અજગરનું રેસ્ક્યૂ કરતા મામલો શાંત થયો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud