• રાજ્યમાં સારો વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી : હવામાન વિભાગ
  • છેલ્લા 24 કલાકમાં રાજ્યના 19 તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો, પરંતુ આગામી 7 દિવસ સુધી સારા વરસાદની શક્યતાઓ નહીંવત
  • રાજ્યમાં વરસાદની ઘટ થતા એક સપ્તાહમાં મહત્તમ તાપમાન 5 ડિગ્રી સુધી વધ્યું,
  • વરસાદ ખેંચાતા ખેડૂતોને પાક સુકાવાની ચિંતા, જ્યારે 18 ઓગસ્ટ બાદ વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી

WatchGujarat. રાજ્યમાં ચોમાસાના બે રાઉન્ડ પુરા થઈ ગયા છે છતાં હજી સુધી સારો વરસાદ થયો નથી. જેના કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હજી પણ 42 ટકા વરસાદની ઘટ વર્તાઈ છે. જેના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ તાજેતરમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ નથી. જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તમને જણાવી દઈએ કે વરસાદ ખેંચાવાને કારણે રાજ્યમાં મહત્તમ તાપમાન પણ 5 ડિગ્રી સુધી વધી ગયું છે. ગરમી વધવાથી લોકો હેરાન થઈ રહ્યાં છે.

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ છે જ્યારે બીજી તરફ કેટલાક ભાગોમાં વરસાદની ભારે અછત છે. ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. જે મુજબ રાજ્યમાં ભારે વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે. રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદ પડવાની કોઈ શક્યતાઓ જોવા મળી રહી નથી. જો કે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત અનેક પંથકમાં સામાન્ય વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ સેવી છે. જેથી લોકો મેઘરાજા વરસે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ અંગે મળતી વિગતો અનુસાર રાજ્યમાં અત્યારસુધી 12 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. એટલે કે 30 ટકા જેટલો વરસાદ છે. નોંધનીય છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 19 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં છોટા ઉદેપુરમાં 69 મિમિ, જેતપુર પાવીમાં 67 મિમિ, બોડેલીમાં 29 અને સંખેડામાં 8 મિમિ વરસાદ નોંધાયો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, તાપી, સુરતમાં હળવો વરસાદ થયો છે. આગામી સમયમાં રાજ્યમાં વરસાદ થવાની શક્યતાઓ નહીંવત છે.

ખેડૂતોની ચિંતામાં વધારો

ઉલ્લેખનીય છે કે આ ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતોના પાક સુકાવા લાગ્યા છે. પરંતુ હવામાન વિભાગની આ આગાહી તેમના માટે આંચકા સમાન છે. મહત્વનું છે કે આગામી 18 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી. પાક બચાવવા મેઘરાજા વરસે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં લોકલ સિસ્ટમથી ઝાપટા કે સામાન્ય વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ છે. ત્યારે હવામાન વિભાગે પણ સૌરાષ્ટ્ર સહિત અનેક પંથકમાં સામાન્ય વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ સેવી છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલો વરસાદ

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં કુલ 12 ઈંચ જેટલો વરસાદ વરસ્યો. જે સિઝનનો કુલ 36.07 ટકા જેટલો થાય છે. તમને જણાવી દઈએ કે રાજ્યના બે તાલુકા એવા છે જ્યાં શૂન્યથી બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે 27 તાલુકામાં બેથી પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો. ઉલ્લેખનીય છે રે રાજ્યના 92 તાલુકા એવા છે જ્યાં પાંચથી દસ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. તેમજ 100 તાલુકામાં સિઝનનો દસથી 20 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

ક્યારે પડશે સારો વરસાદ

હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ ચાલુ વર્ષે ચોમાસાના સાનુકૂળ સંજોગો હોવા હતા. તેમજ બંગાળના ઉપસાગરનું વહન પણ સક્રિય હતું. તેમ છતાં વરસાદ રાજસ્થાન તરફ ફંટાઈ જતા ગુજરાતમાં વરસાદની અછત થઈ છે. તમને જણાવી દઈએ કે આ મહિનામાં તા.18 ઓગસ્ટ આસપાસ બંગાળના ઉપસાગરમાં એક વરસાદી વહન સક્રિય થવાની શક્યતા છે. જેથી આશા છે કે ગુજરાતમાં ભારે વરસાદ વરસે. મહતવ્નું છે કે આ વરસાદી વહન ગુજરાત-સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ લાવી શકે તેમ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud