• શુક્રવારે શહેરમાં વાતાવરણનો અલગ અંદાજ જોવા મળ્યો
  • મોડી સાંજે વાતાવરણ એકદમ હિલ સ્ટેશન જેવું બની ગયું હોય તેવું એક તબક્કે લાગી રહ્યું હતું
  • ત્રણ કલાક જેટલા સમય સુધી મહેનત કરી વડોદરાથી નરી આંખે દેખાતા પાવાગઢ અને મેઘધનુષ્યમાં થતા ફેરફારોને કેમેરામાં કંડાર્યા

WatchGujarat. વડોદરા સહિત રાજ્યમાં ભર ચોમાસાની રૂતુ ચાલી રહી છે. પરંતુ ચાલુ વર્ષે વાદળો ઘેરાય છે તેવો વરસાદ વરસતો નથી. છેલ્લા કેટલાય દિવસથી વરસાદની સંતાકુકડી વચ્ચે શુક્રવારે વડોદરાના આકાશમાં મેઘધનુષ્ય છવાયું હતું. જેને પગલે સ્થાનિકોમાં કુતુહલ સર્જાયું હતું.

હાલ સમગ્ર દેશમાં ચોમાસાની રૂતુ ચાલી રહી છે. પરંતુ સમગ્ર ગુજરાતમાં જોઇએ તેવો વરસાદ વરસતો નથી. હવામાન ખાતા દ્વારા આગાહી તો કરવામાં આવે છે પરંતુ પ્રેશરના અભાવે વરસાદ વરસતો નથી. અને લોકો આજે પણ વરસાદની રાહ જોઇ રહ્યા છે. ત્યારે વડોદરામાં શુક્રવારે મોડી સાજે અદભુદ સંયોગ જોવા મળ્યો હતો.

છેલ્લા કેટલાય દિવસોથી વડોદરામાં કાળા વાદળો જોવા મળી રહ્યા હતા. જેને પગલે વરસાદ વરસસે તેવી ભીતિ સૌકોઇ સેવી રહ્યું હતું. પરંતુ ગણતરીના જ સમયમાં વરસાદ વરસ્યો હતો. હજી પણ શહેર કોરૂ કોરૂ જ લાગે છે. ત્યારે શુક્રવારે શહેરમાં વાતાવરણનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. જેમાં શુક્રવારે સવારથી જ વાતાવરણ એકદમ ચોખ્ખું અને દિવસભર લોકોને ગરમીનો અહેસાસ થયો હતો. મોડી સાંજે વાતાવરણ એકદમ હિલ સ્ટેશન જેવું બની ગયું હોય તેવું એક તબક્કે લાગી રહ્યું હતું. કારણકે મોડી સાંજે રંગબેરંગી મેઘધનુષ્યએ વાદળમાં રંગ જમાવ્યો હતો.

સામાન્ય રીતે મેઘધનુષ્ય ઓછા પ્રમાણમાં જોવા મળે છે. પરંતુ જ્યારે જોવા મળે ત્યારે લોકો તેને મન ભરીના માણી લે છે. શુક્રવારે સાંજે મીનીટો સુધી રંગબેરંગી મેઘધનુષ્યએ વાતાવરણમાં રંગ જમાવ્યો હતો. જેને પગલે લોકોમાં ઉત્તેજના વ્યાપી હતી. અને તેને કેમેરામાં કંડારી લેવા માટે શહેરવાસીઓએ અનેક પ્રકારે પ્રયત્નો કર્યા હતા. મોડી સાંજે તો મેઘધનુષ્યના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં ટોક ઓફ ધી ટાઉન બન્યા હતા.

શુક્રવારે સાંજે watchgujarat.com ના કેમેરામેન દ્વારા ત્રણ કલાક જેટલા સમય સુધી મહેનત કરી વડોદરાથી નરી આંખે દેખાતા પાવાગઢ અને મેઘધનુષ્યમાં થતા ફેરફારોને કેમેરામાં કંડાર્યા હતા. કેમેરામાં તો પાવાગઢમાં નવું બની રહેલા મંદિરને પણ દુરથી જોવું શક્ય હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud