• રાજકોટમાં રહેતા નિશાબેન વસકોલ નામની 20 વર્ષીય મહિલાને 8માં માસે જ પ્રસૂતિની પીડા ઉપડતા શાપર CHC સેન્ટરમાં લાવવામાં આવ્યા
  • ઈ.એમ.ટી. રાજુભાઈ બાંભણીયાએ કોઠારીયા સોલ્વન્ટ પાસે રસ્તામાં જ મહિલાની ક્રિટિકલ ડીલિવરી કરાવી
  • બાળક અધૂરા માસે જન્મ્યું હોઈ બાળકની પરિસ્થિતિ સામાન્ય નહોતી. શરીરનો અમુક ભાગ બ્લુ કલર જેવો દેખાતો
  • બાળકને ઓક્સિજન લેવલ પૂરું પાડવા “બ્લૉ બાય મેથડ” દ્વારા શ્વાસોચ્છવાસની સારવાર આપી બાળક સહિત માતાને સિવિલ હોસ્પિટલમાં દાખલ

Watchgujarat. 108ની સરાહનીય કામગીરી અગાઉ પણ અનેકવાર સામે આવી ચૂકી છે. અને 108નાં જવાનો લોકોના જીવ બચાવી પ્રાણરક્ષકની ભૂમિકાને નિભાવી રહ્યા છે. આવો જ વધુ એક દિલધડક કિસ્સો હાલમાં જોવા મળ્યો છે. જેમાં નિશાબેન વસકોલ નામની 20 વર્ષીય મહિલાને 8માં માસે જ પ્રસૂતિની પીડા ઉપડતા શાપર CHC સેન્ટરમાં લાવવામાં આવ્યા હતાં. તેમની પરિસ્થિતિની ગંભીરતા જોતા તેમને 108 દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડવા ડો. જાવિયા દ્વારા જણાવાયું હતું.

જો કે આ દરમિયાન સમયના અભાવે એમ્બ્યુલન્સમાં હાજર ઈ.એમ.ટી. રાજુભાઈ બાંભણીયાએ કોઠારીયા સોલ્વન્ટ પાસે રસ્તામાં જ મહિલાની ક્રિટિકલ ડીલિવરી કરાવી હતી. બાળક અધૂરા માસે જન્મ્યું હોઈ બાળકની પરિસ્થિતિ સામાન્ય નહોતી. શરીરનો અમુક ભાગ બ્લુ કલર જેવો દેખાતો હતો. જેને પગલે આ રાજુભાઈએ ઓનલાઇન ડોક્ટરની સલાહ (ઈ.આર.સો.પી.) સાથે બાળક પહેલો શ્વાસ લે તે માટે સક્શન કરી શ્વાસ લઈ શકે તે માટે નળી ક્લિયર કરી હતી. ઉપરાંત બાળકને ઓક્સિજન લેવલ પૂરું પાડવા “બ્લૉ બાય મેથડ” દ્વારા શ્વાસોચ્છવાસની સારવાર આપી બાળક સહિત માતાને સહીસલામત રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ભરતી કર્યા હતાં.

આ અંગે 108ના ઇમરજન્સી એક્ઝિક્યુટિવ વિરલ ભટ્ટે જણાવ્યું હતું કે, નવજાત બાળકને ઓક્સિજનની ઘટ પુરી પાડવા સીધુ જ ઓક્સિજન માસ્ક પર રાખી ન શકાય. તેના માટે ખાસ પદ્ધત્તિ “બ્લૉ બાય મેથડ” દ્વારા બાળકને ઓક્સિજન પૂરો પાડવામાં આવે છે. આ મેથડમાં ઓક્સિજનની નળી એક હાથની બે આંગળી વચ્ચે રાખી બંને હાથની હથેળી દ્વારા ખોબો બનાવી તેને બાળકના નાક પાસે થોડી સેકન્ડ માટે સાયક્લિંક મેથડમાં નજીક-દૂર કરવામાં આવે છે. બાળકને બાહ્ય ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતો રહે તે રીતે આ કામગીરી ખુબ જ સાવધાનીપૂર્વક કરવી પડે છે.

બાળકની પ્રસુતિના અનુભવી રાજુભાઈ જણાવે છે કે, અનેક મહિલાઓની ડીલિવરી હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ કરવી પડે છે. બાળકની પ્રસુતિ સમયે બાળકને ઇન્ફેક્શનથી બચાવવા, નાળ ગળામાં વીંટળાઈ ગયેલી હોવાના કિસ્સામાં  તેમજ એબ્નોર્મલ ડિલિવરીમાં ખુબ સાવધાની રાખી બાળક તેમજ તેની માતાને બચાવવાની કપરી કામગીરી કરવી પડે છે. રાજ્ય સરકારની ઇમર્જન્સી આરોગ્ય સેવામાં 108 ટીમની કપરી ભૂમિકા સદા આશીર્વાદ સમાન રહી હોવાનું પણ તેમણે કહ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud