શહેર માંથી કૃપાલ કણસાગરા અને મિત્ર હર્ષ મકવાણા 20 વર્ષની નાની ઉંમરે વાયુસેનામાં સિલેકટ થયા છે.
6 મહિના નલિયા ખાતે ટ્રેનિંગ મેળવ્યા બાદ બંનેને એરમેન તરીકે પોસ્ટિંગ આપવામાં આવશે
WatchGujarat ખુંદી કો કર બુલંદ ઇતના કી હર તકદીર સે પહેલે ખુદા બંદે સે ખુદ પૂછે બતા તેરી રઝા ક્યાં હે' આ વાતને સાર્થક કરી છે. રાજકોટનાં યુનિવર્સિટી રોડ પર રહેતા કૃપાલ કણસાગરા તેમજ બજરંગવાડી નજીક રહેતા તેના મિત્ર હર્ષ મકવાણાએ.. બંને મિત્રો 20 વર્ષ આસપાસની નાની ઉંમરે વાયુસેનામાં સિલેકટ થયા છે. અને હવે 6 મહિના નલિયા ખાતે ટ્રેનિંગ મેળવ્યા બાદ બંનેને એરમેન તરીકે પોસ્ટિંગ આપવામાં આવશે. આ અંગે કૃપાલે જણાવ્યું હતું કે, જોમ અને જુસ્સા સાથે દેશની સેવા કરવા તૈયાર છું.
કૃપાલનાં જણાવ્યા મુજબ તેના પિતા પ્રકાશભાઈનું સ્વપ્ન દેશસેવા કરવાનું હતું. જો કે તેઓ પોતે તો આ સપનું સાકાર કરી શક્યા નહોતા. પરંતુ પોતે ઘણી નાની ઉંમરમાં જ વાયુસેનામાં સિલેક્ટ થઈ પિતાનું આ સપનું સાકાર કરી શક્યો તેનો આનંદ છે. કૃપાલે નાનપણથી સપનું સેવ્યુ હતું કે, મારે વાયુ સેનામાં જોડાવુ છે. પછી તેને સાકાર કરવા ખુબ મહેનત કરી અને હવે ખરેખર તેનું આ સપનું સાકાર થયું તે માટે કૃપાલ તેમજ તેનો પરિવાર ખૂબ ખુશ છે.
વધુમાં કૃપાલ કહે છે કે, ભારતીય સેનામાં વાયુ ક્ષેત્રે કામ કરવાની ખુબ ઇચ્છા હતી. મારા પપ્પા પ્રકાશભાઇ અને મમ્મીનો પણ ખુબ સપોર્ટ હતો. કાકી નિરાલીબેન તરફથી માર્ગદર્શન મળતુ રહ્યુ અને બીબીએ એકસ્ટર્નલ અભ્યાસ કરવાની સાથે-સાથે મે વાયુ સેનાની ભરતીમાં નસીબ અજમાવ્યુ હતુ. હું તેમજ મિત્ર હર્ષ મકવાણા બન્ને બરોડા ભરતીમાં ગયા હતા. જયાં મેરીટમાં આવી ગયા બાદ અમુક ટેસ્ટ પાસ કરતાની સાથે અમને મુંબઇ બોલાવવામાં આવ્યા. જયાં પણ જરૂરી ફીઝીકલ પરીક્ષણોમાં પાર ઉતરતા અમને નલિયા ખાતેની છ મહીનાની તાલીમ માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે અને તેનો કોલ લેટર આપવામાં આવ્યો છે. તાલીમ પૂર્ણ કર્યે અમને એરમેન તરીકે પોસ્ટિંગ અપાશે.
કૃપાલનાં પિતા પ્રકાશભાઈ કહે છે કે, હું નાનો હતો ત્યારથી જ દેશસેવા કરવાનું સ્વપ્ન હતું. જો કે અમુક સંજોગોને કારણે મારી આ ઈચ્છા મનમાં જ રહી ગઈ હતી. પરંતુ મારો પુત્ર નાનો હતો ત્યારથી જ મને લાગ્યું હતું કે તે દેશસેવામાં જોડાઈ મારુ અધૂરું સ્વપ્ન પૂરું કરશે. કૃપાલને ભણવા ઉપરાંત રમત ગમત ક્ષેત્રે પણ પહેલેથી ખુબ રસ હતો. એટલું જ નહીં તેણે ક્રિકેટ, વોલીબોલ તેમજ ગુજરાતી ગરબામાં અનેક મેડલો મેળવ્યા છે. અને હવે વાયુસેનાનો કોલ લેટર મેળવીને દેશની સેવા કરવા જઈ રહ્યો છે તેને લઈને હું ખૂબ જ ગર્વની લાગણી અનુભવી રહ્યો છું.
25 વર્ષથી ભાડે રહેતા ઇલેક્ટ્રિશિયનનો પુત્ર પણ થયો સિલેક્ટ
વાયુસેનામાં પસંદગી પામનાર કૃપાલનાં ખાસ મિત્ર હર્ષ મકવાણાની પણ નાની ઉંમરે વાયુસેનામાં પસંદગી થઈ છે. હર્ષે જણાવ્યું હતું કે, તેના પિતા ઈલેક્ટ્રિશ્યનનું કામ કરે છે. અને દરરોજ મોરબી અપ-ડાઉન કરે છે. તેઓ છેલ્લા પચ્ચીસેક વર્ષથી રાજકોટમાં ઘર ભાડે રાખીને રહે છે. જ્યારે પોતાનો ખર્ચ કાઢવા માટે હર્ષ છેલ્લા દોઢ વર્ષથી સાયબર કાફેમાં નોકરી કરે છે. જો કે હવે તેની વાયુસેનામાં પસંદગી થઈ જતાં ઘરની આર્થિક સ્થિતિ સુધરવાની સાથે સાથે દેશસેવા કરવાની પણ ઉમદા તક મળી હોવાથી પોતે ખરેખર ખૂબ ખુશ છે.