• દેશમાં 6 શહેરોમાં આધુનિક ટેક્નોલોજીની મદદથી આવાસ બનાવવાનું કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે.
  • 6 શહેરોમાં ગુજરાતના રંગીલા રાજકોટ શહેરનો સમાવેશ થયો છે.
  • મનપા 118 કરોડના ખર્ચે EWS-2 પ્રકારના 1144 આવાસ બનાવશે.
#Rajkot - માત્ર રૂ.3.5 લાખમાં ફર્નિચર સાથે 2 BHK ફ્લેટ મળશે, જાણો કેવી રીતે
 
WatchGujarat  કેન્દ્ર સરકારે અગાઉ કરેલી એક મહત્વપૂર્ણ જાહેરાતનો ફાયદો રાજકોટને મળવા જઈ રહ્યો છે. દેશમાં 6 શહેરોમાં આધુનિક ટેક્નોલોજીની મદદથી આવાસ બનાવવાનું કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે. જેમાં ગુજરાતના રંગીલા રાજકોટ શહેરનો સમાવેશ થઈ ગયો છે. જેથી રાજકોટમાં હવે લાભાર્થીઓને 3.50 લાખમાં 2 BHKનો ફલેટ તો આપશે, સાથે ફર્નિચર પણ કરી આપવામાં આવશે. મનપા 118 કરોડના ખર્ચે EWS-2 પ્રકારના 1144 આવાસ બનાવશે.
 
રાજકોટના રૈયા સ્માર્ટ સિટીના ટી.પી. નં.32માં 45 મીટર રોડ પર ભગવાન પરશુરામના મંદિર પાસે કેન્દ્ર સરકારે કરેલી જાહેરાતનો પ્રોજેકટનું નિર્માણ થશે. આ પ્રોજેકટ અંગે કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન એફોર્સ વિભાગે ટેન્ડર પણ પ્રસિદ્ધ કરી દીધા છે. લાભાર્થીઓને આવાસમાં રસોડું અને બે બેડના ફિક્સ ફર્નિચર સાથેનાં ફ્લેટ હવે લાભાર્થીઓને ફાળવવામાં આવશે. આ યોજના સહિતનાં રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીના 31 કરોડ રૂપિયાના જુદા-જુદા કામોનુ મુખ્યમંત્રી 31 ડિસેમ્બરે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.
 
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગે ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજી ચેલેન્જ લાઇટ હાઉસ પ્રોજેક્ટ માટે સમગ્ર દેશમાંથી 6 શહેરોની પસંદગી કરી છે. તેમાંથી ગુજરાતનું રાજકોટ શહેર છે. રાજકોટ મનપાને કેન્દ્ર સરકાર પ્રતિ આવાસ રૂ,1.50 લાખ અને રાજ્ય સરકારે પ્રતિ આવાસ 1.50 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપશે. આ ઉપરાંત ટેક્નોલોજીના ઉપયોગ માટે 4 લાખ રૂપિયા કેન્દ્ર સરકાર આપશે. #2 BHK
More #2 BHK #Flat #with furniture #Only 3.5lakh #Rajkot #Gujaratinews #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud