• ઘરે પ્રસંગ હોવા છતાં બહેનને વચ્ચેથી લઈ જતા માથાકૂટ થઈ હતી
  • પોલીસે છરી, કુહાડી, તલવાર, લોખંડના પાઇપ સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

WatchGujarat તાજેતરમાં જ ખોખળદળ નદી કાંઠે સલીમ અજમેરી નામના યુવકની તેના સાળા સહિતના શખ્સો દ્વારા હત્યા કરવામાં આવી હતી. તેમજ હત્યારાઓને ઝડપી લેવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અને આજે પોલીસે સગી બહેનનો સંસાર ઉજાડનાર સાળા સહિત 7 શખ્સોને ઝડપી લીધા છે. આરોપીનાં કહેવા મુજબ ઘરે પ્રસંગ હોવા છતાં બહેનને વચ્ચેથી લઈ જતા માથાકૂટ થઈ હતી. જેને લઈને તેઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, થોરાળા પોલીસ દ્વારા વિજય ઉર્ફે વિજલો સોલંકી, સાજન પ્રભાતભાઇ સોલંકી, અનિલ ઉર્ફે બચું પ્રભાતભાઇ સોલંકી, સંજય ઉમેશભાઈ રાઠોડ, કેવલ કાવિઠીયા, અશ્વિન ઉર્ફે અની સુરેશભાઇ સોલંકી, દિનેશ ઉર્ફે કાળીયો કિશન સોલંકી સહિતના આરોપીઓની સ્લિમ અજમેરીની હત્યા મામલે ધરપકડ કરી લેવામાં આવી છે.

આરોપીઓ પૈકી વિજય ઉર્ફે વીજલા સોલંકી વિરુદ્ધ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં કુલ 17 જેટલા ગુના દાખલ થઇ ચુક્યા છે. થોરાળા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરના જણાવ્યા પ્રમાણે, વિજય 1997થી જ ગુનાખોરીના રવાડે ચડી ચૂક્યો હતો. તેમજ આરોપી વિરુદ્ધ અત્યાર સુધીમાં 302નાં ત્રણ ગુના દાખલ થઇ ચુક્યા છે. સાથે જ હત્યાના પ્રયાસનો એક ગુનો પણ નોંધાયો છે. અન્ય આરોપી સંજય ઉમેશભાઈ રાઠોડ વિરુદ્ધ બે ગુના અને મૃતક સલીમ અજમેરી વિરુદ્ધ ભક્તિનગર તેમજ થોરાળા પોલીસ સ્ટેશનમાં કુલ 11 જેટલા ગુનાઓ નોંધાયા હતા.

ખોખળદળ નદી કાંઠે સલીમ અજમેરીની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. હત્યા બીજા કોઈએ નહીં પરંતુ તેના જ સગા સાળાઓ અને તેના મળતીયાઓ દ્વારા કરવામાં આવી હતી. આ આરોપીઓએ પોલીસ દ્વારા થયેલી પૂછપરછમાં ગુના અંગે કબૂલાત આપી હતી. અને જણાવ્યું હતું કે, સલીમે અમારી બહેન મીરા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. ઘટનાના દિવસે અમારા ઘરે પ્રસંગ હતો. જેમાં બહેન હાજરી આપવા આવતી હતી. તેની જાણ અમારા બનેવી સલીમને થઈ જતા અધવચ્ચેથી જ અમારી બહેનને ઘરે પરત લઇ ગયા હતા. જેના કારણે અમારા વચ્ચે માથાકુટ થઇ હતી. જેમાં હત્યા થઈ છે. હાલ પોલીસે છરી, કુહાડી, તલવાર, લોખંડના પાઇપ સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud