માસુમ બાળકને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
શાપર વેરાવળનાં પડવલા ગામે કારખાનામાં મજૂરી કરવા આવેલા નેપાળી પરિવારના 7 વર્ષનો માસુમ પૂત્ર સાથેની ઘટના
WatchGujarat શહેરની ભાગોળે શાપર નજીકનાં પડવલા ગામે 7 વર્ષના માસુમને પરપ્રાંતિય નશાચૂર શખ્સે મોઢે ડૂચો દઈ પોતાના રૂમમાં લઈ જઈ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યું હતું. માસુમ બાળકને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે બનાવને પગલે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરનાર નરાધમને કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શાપર વેરાવળનાં પડવલા ગામે કારખાનામાં મજૂરી કરવા આવેલા નેપાળી પરિવારનો 7 વર્ષનો માસુમ પૂત્ર રાત્રે નવેક વાગ્યે પોતાના રૂમની બહાર મોબાઈલમાં ગેમ રમતો હતો. દરમિયાન બાજુની ખોલીમાં રહેતા દિલીપ નામના પરપ્રાંતિય શખ્સ દારૂના નશામાં માસુમ બાળકને મોઢે ડૂચો દઈ પોતાના રૂમમાં લઈ ગયો હતો અને આ માસુમ બાળક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યું હતું. ઘટનાને પગલે બાળકને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ભોગ બનનારનાં મોટાભાઈને જાણ થતાં તેણે માતાને જાણ કરી હતી. અને માતા દિલીપના રૂમમાં પહોંચતા પોતાના પૂત્ર સાથે દિલીપ નામના શખ્સે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. જેને પગલે તેણીએ તાત્કાલિક પતિને ફોન કરી ઘરે બોલાવી પૂત્રને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. શાપર પોલીસે બનાવને પગલે ગણતરીના કલાકોમાં આરોપીને સકંજામાં લીધો છે.