• શહેરમાં ગતરોજ કોરોનાથી 6 વ્યક્તિઓનાં મોત નિપજ્યા હતા. જે પૈકી ડેથ ઓડિટ કમિટી દ્વારા માત્ર 2 દર્દીનાં મોત કોરોનાથી થયાનું જાહેર કરાયું
  • પોઝીટીવ કેસની સંખ્યા પણ સતત એક સપ્તાહથી 100થી વધુ રહેતા સંક્રમણ અટકાવવા માટેના વિવિધ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા
  • કેન્સર હોસ્પિટલ તેમજ યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલનાં સેન્ટર શરૂ કરાયા

WatchGujarat શહેરમાં ગઈકાલે કોરોનાથી 6 વ્યક્તિઓનાં મોત નિપજ્યા હતા. જે પૈકી ડેથ ઓડિટ કમિટી દ્વારા માત્ર 2 દર્દીનાં મોત કોરોનાથી થયા હોવાનું જાહેર થયું છે. ત્યારે આજે સતત બીજા દિવસે વધુ 8 દર્દીઓનાં કોરોનાથી મોત નિપજ્યા હોવાનું સામે આવતા તંત્રમાં ભારે દોડધામ મચી ગઇ છે. સાથે જ પોઝીટીવ કેસની સંખ્યા પણ સતત એક સપ્તાહથી 100થી વધુ રહેતા સંક્રમણ અટકાવવા માટેના વિવિધ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. અને કેન્સર હોસ્પિટલ તેમજ યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલનાં સેન્ટર શરૂ કરાયા છે. આ ઉપરાંત આઈસીયું ફૂલ થતા દર્દીઓને ત્રીજા અને ચોથા માળે દાખલ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના સામાન્ય વ્યક્તિઓને પણ રસી આપવાનું શરૂ કરાયું છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેકસીનેશનની ઝડપ વધારવામાં આવી છે. અને 45 કે તેથી ઉપરની ઉંમરના લોકોનું વેકસીનેશન કરવામાં આવી રહ્યું છે. અગાઉ માત્ર ગંભીર બીમારી ધરાવતા લોકોને વેકસીન અપાતી હતી. પરંતુ હવે 45 કરતા વધુ ઉંમરના સામાન્ય લોકોને પણ વેકસીન આપવાનું શરૂ કરાયું છે. ગુરુવારે રેકોર્ડ બ્રેક 8000 કરતા વધુ લોકોને વેકસીન આપવામાં આવી હતી. ત્યારે આજે પણ 8-9 હજાર વ્યક્તિને વેકસીન આપવાનો અંદાજ વ્યક્ત કરાયો છે. જ્યારે આગામી 1 એપ્રિલથી વેકસીનેશનની ઝડપ વધારી ડબલ કરવાના પ્રયાસો પણ હાલ કરવામાં આવી રહ્યા છે. સાથે જ સોમવારથી સુપર સ્પ્રેડર ગણાતા ફેરિયા સહિતનાઓનું ટેસ્ટિંગ કરવામાં આવનાર છે.

ગતવર્ષે કોરોનાનું સંક્રમણ વધતા સમરસ હોસ્ટેલ અને કેન્સર હોસ્પિટલમાં ડેડિકેટેડ હેલ્થ સેન્ટર શરૂ કરાયા હતા. જો કે બાદમાં દર્દીઓની સંખ્યા ઘટી જતાં 15 નવેમ્બરે આ બંને સેન્ટરો બંધ કરવામાં આવ્યા હતા. પરંતુ ફરી પાછી કોરોના પોઝીટીવ કેસની સંખ્યા વધતા કલેક્ટરે તાત્કાલિક બંને સેન્ટરો ફરી શરૂ કરવા આદેશ આપ્યો હતો. જે અંતર્ગત આજથી જ સમરસ તેમજ કેન્સર હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવાનું શરૂ કરાયું છે. જેમાં ઓક્સિજનની જરૂરિયાત વાળા દર્દીઓને કેન્સર હોસ્પિટલ જ્યારે જે લોકોની તબિયત સારી છે અને ઓછા કિસ્સામાં ક્યારેક જ ઓક્સિજનની જરૂર પડી શકે તેવા બધા દર્દીઓને સમરસ હોસ્ટેલમાં શિફ્ટ કરવામાં આવશે.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આઈસીયું ફૂલ થતા દર્દીઓને ત્રીજા અને ચોથા માળે દાખલ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. સિવિલમાં 10 દિવસ પહેલા માત્ર 60 દર્દી દાખલ હતા અને તેમાં પણ ગંભીર કેસ ખૂબ ઓછા હતા. જોકે હવે દરરોજના 50 દર્દી દાખલ થઈ રહ્યા છે. હાલ દાખલ રહેલા કુલ 200 પૈકી 130 દર્દી ઓક્સિજન ઉપર છે. જ્યારે અન્ય 30 દર્દીની હાલત ગંભીર હોઈ બાઈપેપ અને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. કલેક્ટરે અગાઉ જણાવ્યું હતું કે, હાલમાં નોર્મલ અસર હોય તેવા કેસ વધુ આવી રહ્યા છે. પણ છેલ્લા સપ્તાહમાં આ માન્યતા બાબતે ફેર વિચારણા કરવી જરૂરી બની છે.

રાજકોટ મધ્યસ્થ જેલનો મહિલા વિભાગ આજે પણ કોરોનામુક્ત

ઉલ્લેખનીય છે કે, ગત માર્ચ મહિનાથી શહેર-જિલ્લામાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. અને હાલમાં બીજી લહેરમાં પણ દરરોજ 100થી વધુ નવા કેસો સામે આવી રહ્યા છે. છતાં રાજકોટ મધ્યસ્થ જેલનો મહિલા વિભાગ આજે પણ કોરોનામુક્ત બનીને ગુજરાતની સૌથી સુરક્ષિત જેલ બની છે. અહીં અંદાજે 80થી 100 જેટલા મહિલા કેદીઓ છે. જેમાં સગર્ભા કેદીઓ અને બાળકો પણ સામેલ છે. પરંતુ જેલની સતર્કતાના કારણે હજુ સુધી કોરોનાનો એકપણ કેસ સામે આવ્યો નથી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud