શહેરનાં માંડા ડુંગર નજીક ચોંકાવનારી ઘટના સામે આવી
માતાએ પ્રેમી સાથે મળી પુત્રને ગોંડલ પાસે દફનાવી દીધો
રાજકોટ આજીડેમ પોલીસે ગોંડલ પહોંચી દફનાવેલા બાળકના મૃતદેહને બહાર કાઢ્યો
WatchGujarat. પ્રેમ માટે માણસ કંઈપણ કરવા તૈયાર થઈ જાય છે. પરંતુ શહેરનાં માંડા ડુંગર નજીક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પ્રેમીને પામવા ખુદ માતાએ પોતાના પાંચ મહિનાનાં માસુમને ઝેરી ટિકડા ખવરાવી મોતને ઘાટ ઉતાર્યો છે. એટલું જ નહીં બાદમાં પ્રેમીની સાથે મળી પુત્રને ગોંડલ પાસે દફનાવી દીધો હતો. ત્યારે રાજકોટ આજીડેમ પોલીસે ગોંડલ પહોંચી દફનાવેલા બાળકના મૃતદેહને બહાર કાઢી છે. અને હત્યારી માતા તેમજ તેના પ્રેમીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પ્રેમનાં નામે પોતાના સગા પુત્રની હત્યા કરનાર આ માતા ઉપર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.
જાણવા મળતી વિગત અનુસાર રાજકોટ શહેરના માંડા ડુંગર વિસ્તારમાં રહેતી અમિષા નામની યુવતીના લગ્ન ગોંડલમાં રહેતા હિતેશ સાથે થયા હતા. ગત ફેબ્રુઆરી મહિનામાં હંમેશા પોતાના પિયર રાજકોટ માંડા ડુંગર ખાતે આવી હતી. આ સમયે તેના મુન્ના નામના પ્રેમીને અવારનવાર મળતી હતી. પરંતુ અમિષા અને મુન્નાના પ્રેમસંબંધમાં તેનો પાંચ માસનો પુત્ર વચ્ચે આવતો હતો. જેના કારણે અમીષાએ પોતાના બાળકને પતાવી દેવાનું ષડયંત્ર રચ્યું હતું. જે ષડયંત્ર ના ભાગરૂપે ગત ફેબ્રુઆરી મહિનામાં હંમેશા એ પોતાના પુત્ર ને ઝેરી ટીકડા આપી તેની હત્યા કરી નાખી હતી.
બાદમાં લાશને રાજકોટમાં દફન કરવામાં આવે તો સગા સંબંધીઓને જાણ થઈ જશે જેના કારણે પોતાના પ્રેમી મુન્ના સાથે મળીને બાળકની લાશને ગોંડલ લઈ જઈને ત્યાં દફનાવી દીધી હતી. ઘટનાને દોઢેક મહિના જેટલો સમય વિતી ગયા બાદ કોઈ અજાણી વ્યક્તિએ ગોંડલ પોલીસને અરજી કરી હતી. જે અરજીમાં અમીષાએ તેના પુત્રની પહત્યા કરી હોવાનો અને લાશને ગોંડલ પાસે દાટી દીધાનો ઉલ્લેખ કર્યો હતો. ગોંડલ પોલીસે અરજી સંદર્ભે અમિષા અને મુન્ના સહિતનાની પુછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.