• એઇમ્સનાં નિર્માણ અંતર્ગત શરૂઆતથી જ જિલ્લા વહીવટી તંત્ર અને રૂડા દ્વારા જરૂરી તમામ સહયોગ પૂરો પાડવામાં આવી રહ્યો છે
  • એઇમ્સના પ્રારંભ સાથે સમગ્ર સૌરાષ્ટ્રના જરૂરિયાત વાળા દર્દીઓને ઉચ્ચ કોટિની સારવારનો લાભ મળશે
  • એઇમ્સ હોસ્પિટલનાં ડિસેમ્બર-2021માં ઓ.પી.ડી. અને જૂન -2022 આસપાસ ઈન્ડોર પેશન્ટની સારવાર કરી શકાય તે માટે જરૂરી ઇન્ફ્રાસ્ટક્ચર પૂર્ણ થશે
Gujarat, MP Mohan Kundariya visit Rajkot AIIMS
Gujarat, MP Mohan Kundariya visit Rajkot AIIMS

Watchgujarat. પરાપીપળીયા નજીક અંદાજીત રૂ. 1200 કરોડનાં ખર્ચે ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જેમાં 201 એકરમાં 750 બેડની મલ્ટી તેમજ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને એકેડેમિકની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવનાર છે. ત્યારે આજે સાંસદ મોહન કુંડારિયાએ સાઇટની મુલાકાત કરી હતી. આ તકે તેમણે જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેર આવશે તો તુરંત અહીં 50 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, એઇમ્સનાં નિર્માણ અંતર્ગત શરૂઆતથી જ જિલ્લા વહીવટી તંત્ર અને રૂડા દ્વારા જરૂરી તમામ સહયોગ પૂરો પાડવામાં આવી રહ્યો છે. એઇમ્સ સાથે રોડ કનેક્ટિવિટી, જમીન અધિગ્રહણ, પબ્લિક એમેનીટીઝ વગેરે માટે જરૂરી કાર્ય પૂર્ણ કરાયા છે. એઇમ્સના પ્રારંભ સાથે સમગ્ર સૌરાષ્ટ્રના જરૂરિયાત વાળા દર્દીઓને ઉચ્ચ કોટિની સારવારનો લાભ મળશે. આ સાથે જ તેમણે કહ્યું હતું કે આપણે ઇચ્છીએ કે કોરોનાની ત્રીજી લહેર ન આવે. પરંતુ જો એવું બનશે તો અહીં તાત્કાલિક ધોરણે 50 બેડ ઉભા કરવાની પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

બીજીતરફ એઇમ્સ હોસ્પિટલનાં ડાયરેક્ટર નિવૃત કર્નલ ડો. સી.ડી.એસ કટોચે જણાવ્યું હતું કે, એઇમ્સ હોસ્પિટલનાં ડિસેમ્બર-2021માં ઓ.પી.ડી. અને જૂન -2022 આસપાસ ઈન્ડોર પેશન્ટની સારવાર કરી શકાય તે માટે જરૂરી ઇન્ફ્રાસ્ટક્ચર પૂર્ણ થશે. હાલ નાઈટ શેલ્ટર પૂર્ણતાને આરે છે. જેમાં ઓ.પી.ડી. શરુ કરાશે. જ્યાં ઈ.એન.ટી., મેડિસિન, ગાયનેક, સર્જરી સહિતના વિભાગની કુલ 30થી 50 બેડની હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવશે. અને બાદમાં એકેડમિક, હોસ્ટેલ્સ, હાઉસિંગ બ્લોકના નિર્માણ હાથ ધરાશે. જે માટે જરૂરી ડોક્ટર્સ, મેડિકલ ટીમ, અને અન્ય સ્ટાફની ભરતી અને સાધનોની ખરીદી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

કોરોનાની ત્રીજી લહેર અંગે તેમણે કહ્યું હતું કે, તેમાં ડેલ્ટા પ્લસ વેરીયેન્ટ ખતરનાક સાબિત થઇ શકે છે. સંભાવના છે કે આ વાયરસ લોકોના ફેંફસા પર અસર કરશે. આ માટે વેક્સિન શ્રેષ્ઠ ઉપાય છે. બીજી લહેરમાં લેવામાં આવેલા પગલા ત્રીજી લહેરમાં ફાયદાકારક નિવડી શકે છે. અનલોકમાં સરકાર દ્વારા આપવામાં આવી રહેલી છુટછાટ યોગ્ય છે. પરંતુ કોરોનાની ગાઇડ લાઇનનું પાલન થવું જરૂરી છે નહિં તો ત્રીજી લહેર વધુ ઘાતક સાબિત થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

ઉલ્લેખનીય છે કે, 201 એકર જમીનમાં રૂ.1200 કરોડના ખર્ચે 750 બેડના 15 સુપર સ્પેશિયાલિટી વિભાગ ધરાવતી એઇમ્સના નિર્માણની સાથે સાથે ઓ.પી. ડી. બિલ્ડીંગનું સ્ટ્રકચર અને બાઉન્ડ્રી વોલ, એકેડેમિક, હોસ્ટેલ્સ, ડાઇનિંગ રૂમ્સ, ગેસ્ટ હાઉસ, નર્સિંગ, પી.જી. હોસ્ટેલ, હાઉસિંગ, એઇમ્સને જોડતા વિવિધ રસ્તાઓનું કામ અને એઇમ્સ ખાતે 66 કે.વી.નું સબ સ્ટેશન, બસ સ્ટેશન, ફાયર સ્ટેશન, પોલીસ સ્ટેશન, પાણી પુરવઠા દ્વારા પાઈપલાઈન સહિતની કામગીરી હાથ ધરાઈ છે. જેમાં ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ સાથે ઝીરો લિકવીડ વેસ્ટ, વોટર હાર્વેસ્ટિંગ તેમજ બાયોમેડિકલ વેસ્ટનાં અલાયદા બ્લોક સાથે એઇમ્સનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

 

Gujarat, Member of Parliament Mohan Kundariya Visit Rajkot AIIMS Hospital

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud