• એઇમ્સ મેડિકલ કોલેજનાં શૈક્ષિણક કાર્ય માટે પી.ડી.યુ મેડિકલ કોલેજ ખાતે જગ્યા ફાળવવામાં આવી છે – ડો. ગૌરવી
  • ટૂંક સમયમાં જ એઈમ્સ માટેનું શૈક્ષણિક કાર્ય સિવિલ ખાતેની મેડિકલ કોલેજમાં શરૂ કરવામાં આવશે
  • એઈમ્સની ટ્રેનિંગ પામેલા ડોક્ટર્સ સહિતના સ્ટાફની સેવા જલ્દીથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં લોકોને આપી શકાશે

WatchGujarat. ખંઢેરી નજીક એઈમ્સ હોસ્પિટલનું નિર્માણ પુરજોશમાં ચાલી રહ્યું છે. હોસ્પિટલ સાથે અભ્યાસ પણ એટલો મહત્વનો હોઈ હાલ એઈમ્સની મેડિકલ કોલેજ પી.ડી.યુ. હોસ્પિટલમાં ચાલી રહી છે. ત્યારે આગામી એક વર્ષ માટે એઈમ્સને પી.ડી.યુ મેડિકલ કોલેજ દ્રારા વધુ જગ્યા આપવામાં આવી છે. જેમાં અગલ અગલ પાંચ જેટલી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. આગામી સમયમાં એઈમ્સ દ્રારા પી.ડી.યુ કોલેજમાં ફર્નીશ તેમજ રીનોવેશન કરવામાં આવશે ત્યારબાદ ટૂંક સમયમાં જ એઇમ્સ મેડિકલ કોલેજનું શૈક્ષિણક કાર્ય શરૂ કરવામાં આવશે.

રાજકોટ કાર્યકારી એઈમ્સ ડાયરેક્ટર ડો, સી. ડી. એસ કટોચ અને ડેપ્યુટી ડાયરેક્ટર સંદીપ સિંહ દ્રારા પી.ડી.યુ કોલેજના ડીન ડો. એમ. જે સમાની તેમજ એઈમ્સનાં નોડલ ઓફિસર ડો. ગૌરવીએ કહ્યું હતું કે, એઇમ્સ મેડિકલ કોલેજનાં શૈક્ષિણક કાર્ય માટે પી.ડી.યુ મેડિકલ કોલેજ ખાતે જગ્યા ફાળવવામાં આવી છે. જ્યાં હવે જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવશે, જેમાં લેબ સહિતની અગલ અગલ 5 જેટલી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવશે. અને ટૂંક સમયમાં જ એઈમ્સ માટેનું શૈક્ષણિક કાર્ય સિવિલ ખાતેની મેડિકલ કોલેજમાં શરૂ કરવામાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

રાજકોટ કાર્યકારી એમ્સ ડાયરેક્ટર ડો, સી. ડી. એસ કટોચ અને ડેપ્યુટી ડાયરેક્ટર સંદીપ સિંહે આ માટે જ પી.ડી.યુ કોલેજના ડીન ડો. એમ. જે સમાની તેમજ નોડલ ઓફિસ ડો. ગૌરવી સહિતના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. અને જણાવ્યું હતું કે આગામી સમયમાં એઈમ્સ દ્રારા લેબોટરી અને ફર્નિચર, તેમજ રીનોવેશન કરવા આવશે. ભવિષ્યમાં પી.ડી.યુ કોલેજને તેનો મોટો ફાયદો મળશે. સાથે જ એઈમ્સની ટ્રેનિંગ પામેલા ડોક્ટર્સ સહિતના સ્ટાફની સેવા જલ્દીથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં લોકોને આપી શકાશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud