ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ શરૂ કરવાની તૈયારીઓ વેગવંતી કરી દેવામાં આવી
એઈમ્સમાં એક બિલ્ડીંગ કે બીજા બિલ્ડિંગમાં આવવા તથા જવા માટે ઈલેક્ટ્રીક વાહનોની સુવિધા પણ રાખવામાં આવશે - એઈમ્સનાં ડેપ્યુટી ડાયરેકટર શ્રમદીપ સિંહા
એઈમ્સમાં ડિસેમ્બર સુધીમાં ઓપીડી શરૂ થઈ જાય તે દિશામાં તંત્ર દ્વારા સઘન કવાયત ચાલી રહી છે.
WatchGujarat. જામનગર રોડ પર એઈમ્સના 24 બિલ્ડિંગનું નિર્માણકાર્ય પૂર ઝડપે ચાલી રહ્યું છે. સાથે એઈમ્સમાં 72 જેટલા ફેકલ્ટીઓની નિમણૂક કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તો બહારગામથી આવતા દર્દીઓ એઈમ્સ સુધી સરળતાથી પહોંચી શકે તે માટે ખંઢેરી રેલ્વે સ્ટેશનનો વિકાસ કરવામાં આવનાર છે. એઈમ્સ સુધી દર્દીઓને આવવા-જવા માટે વાહનની વ્યવસ્થા મળી રહે તે ખુબ જરૂરી છે. આ માટે ખાસ એસટી તથા રેલવેની સુવિધા વિકસાવવી જરૂરી હોવાને લઇ ખંઢેરી રેલ્વે સ્ટેશનનો વિકાસ શરૂ કરાયો છે.
આ અંગે એઈમ્સનાં ડેપ્યુટી ડાયરેકટર શ્રમદીપ સિંહાએ જણાવ્યું હતું કે, એઈમ્સમાં માળખાકીય સુવિધા ઊભી કરવા માટે તંત્રનો સહયોગ ખૂબ જ જરૂરી છે. હાલ 24 બિલ્ડિંગનું નિર્માણ કાર્ય પૂર ઝડપે ચાલી રહ્યું છે. સાથે આ તમામ બિલ્ડિંગોને જોડતા રસ્તાઓ તેમજ અન્ય કામગીરી માટેના ટેન્ડરની પ્રક્રિયા ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે. ઉપરાંત એઈમ્સ માટે 72 ફેકલ્ટીની નિમણુંકની પ્રક્રિયા ખૂબ જ ઝડપી બનાવી દેવાઇ છે. એઈમ્સમાં આવવા તથા જવા માટે ખંઢેરી સુધીનો રોડ વિકસાવવામાં આવશે. એટલું જ નહીં એઈમ્સમાં એક બિલ્ડીંગ કે બીજા બિલ્ડિંગમાં આવવા તથા જવા માટે ઈલેક્ટ્રીક વાહનોની સુવિધા પણ રાખવામાં આવશે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, એઈમ્સ પરિસરમાં ઠેર-ઠેર શૌચાલયની સુવિધા ઉભી કરવામાં આવશે. દર્દીઓને આવવા જવા માટે એસ.ટી. બસની સુવિધા મળે તેનાં માટે પણ પ્રયાસો ચાલી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. નોંધનીય છે કે રાજકોટમાં જામનગર રોડ પર બની રહેલી એઈમ્સમાં ડિસેમ્બર સુધીમાં ઓપીડી શરૂ થઈ જાય તે દિશામાં તંત્ર દ્વારા સઘન કવાયત ચાલી રહી છે. પ્રારંભિક તબક્કે રેન બસેરા બિલ્ડિંગમાં ઓપીડી શરૂ કરવાનું આયોજન છે. અને તે માટેના પ્રયાસો હાલ જોરશોરથી કરવામાં આવી રહ્યા છે.