• રાજકોટ એરપોર્ટ પર આવેલી ફ્લાઇટ બુકીંગની ઓફિસમાં આગની ઘટના બનતા મચી અફરા તફરી
  • આગને કારણે અહીં ઓફિસમાં રાખવામાં આવેલ કચેરીના અમુક મહત્વનાં દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા
  • એરપોર્ટ ખાતે ફરજ પર તૈનાત CISF નાં કર્મચારીઓ પણ અગ્નિશામક સાધનો સાથે પહોંચી ગયા

Watchgujarat. એરપોર્ટમાં આવેલી એર ઈન્ડિયાની બુકીંગ ઓફિસમાં અચાનક આગ લાગતા અફરાતફરી થઈ હતી. અચાનક લાગેલી આ આગને કારણે મહત્વનાં દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હતા. થોડીવાર માટે મુસાફરોને પણ અંદર જતા અટકાવવાની ફરજ પડી હતી. જો કે CISFનાં જવાનોએ અગ્નિશામક સાધનો દ્વારા તરત જ આગ પર કાબુ મેળવી લેતા ખૂબ મોટી દુર્ઘટના ટળી છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો પણ દોડી ગયો હતો.

જાણવા મળતી વિગત અનુસાર રાજકોટ એરપોર્ટમાં એર ઈન્ડિયાની બુકીંગ ઓફિસ આવેલી છે. સવારે આ બુકીંગ ઓફિસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા નાસભાગ મચી ગઇ હતી. આગને કારણે અહીં ઓફિસમાં રાખવામાં આવેલ કચેરીના અમુક મહત્વનાં દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હતા. અને ધૂમાડાના ગોટેગોટા ઉડતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

બીજીતરફ એરપોર્ટ ખાતે ફરજ પર તૈનાત CISF નાં કર્મચારીઓ પણ અગ્નિશામક સાધનો સાથે પહોંચી ગયા હતા. અને કાંચ તોડીને આગ બુઝાવી દીધી હતી. જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પણ પ્રાથમિક તપાસમાં કોઈ શોર્ટસર્કિટને લીધે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગ લાગતા થોડો સમય માટે સુરક્ષા કર્મીઓમાં અને મુસાફરોમાં દોડધામ મચી હતી. જેથી થોડીવાર માટે  મુસાફરોને અંદર જતા રોકવામાં આવ્યા હતા. જો કે CISFનાં જવાનોની સમયસરની કામગીરીથી સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

એર ઇન્ડિયાના સ્ટેશન મેનેજર હરિઓમ શર્માએ કહ્યું હતું કે, આજે સવારના સમયે મને એરપોર્ટ પરથી ફોન આવ્યો હતો. જેમાં એરપોર્ટ પરની ઓફિસમાં આગ લાગી હોવાનું જણાવતા પોતે તુરંત એરપોર્ટ પહોંચ્યા હતા. જો કે એરપોર્ટ પર હાજર CISFનાં જવાનોએ તાત્કાલિક કાંચ તોડી અગ્નિશામક સાધનોની મદદથી આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગમાં કેટલાક દસ્તાવેજો બળી ગયા છે. આ સિવાય ખાસ કોઈ નુકસાન ન થયું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud