અન્ય ઘાયલ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો
પોલીસે અકસ્માત સર્જી ફરાર થયેલા કાર ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી
WatchGujarat શહેર-જિલ્લામાં અકસ્માતોની સંખ્યા વધી રહી છે. તેમાં પણ હાઇવે પર પોલીસ પેટ્રોલિંગ નહીં હોવાને કારણે આડેધડ વાહન ચલાવતા લોકોને કારણે નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. આવી જ એક વધુ ઘટના સામે આવી છે. જેમાં જેતપુરના તત્કાલ હનુમાન ચોકડી પાસે ઇકો કાર ચાલકની ગંભીર બેદરકારીએ બાઈક સવાર બે યુવાનો 50 મીટર દૂર ફંગોળાયા હતા. જેમાં એક યુવકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે.
જ્યારે બીજો યુવક ઘાયલ થતા સારવાર માટે ખસેડાયો છે. યુવકનાં કરુણ મોતની ઘટના CCTV માં કેદ થતા પોલીસે અકસ્માત સર્જી ફરાર થયેલા કાર ચાલકને ઝડપી લેવા તપાસ આદરી છે.વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક ઈકો કારનો ચાલક અચાનક વળાંક લે છે. જેને પગલે પાછળથી આવતું બાઈક કારની આગળના ભાગ સાથે અથડાઈ ફંગોળાઈ જાય છે.
https://youtu.be/6f5cwmBxZvk
દરમિયાન બાઇકમાં સવાર બંને યુવકો પણ રસ્તા પર ફંગોળાતા એક યુવકનું તો ઘટનાસ્થળે જ મોત નીપજે છે. જો કે ઈકો ચાલક જાણે કંઈપણ બન્યું જ ન હોય તેમ નિર્દયતા પૂર્વક કાર હંકારી જતો પણ સ્પષ્ટ જોવા મળે છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવતી વિગતો અનુસાર બાઈકમાં સવાર આ બંને યુવાનો ધોરાજીનાં રહેવાસી છે. અને તેઓ જેતપુર એચ.એચ રોડવેઝમાં કામ કરતા હોવાથી દરરોજ ધોરાજીથી જેતપુર સુધી અપડાઉન કરતા હતા.
આ અકસ્માતમાં બાઈક ચાલક મહંમદ જુનેદભાઈ કુરેશી નામના યુવાનનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય યુવક ગંભીર ઘાયલ થતા તેને સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યો છે. હાલ પોલીસે અજાણ્યા ઈકો કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી શરૂ કરી છે.