ધારાસભ્યએ કહ્યું- કલીપ 10 વર્ષ જૂની-એડિટ કરેલી છે પોલીસ ફરિયાદ કરીશ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી હોય મને બદનામ કરવા માટે હાલ આ કલીપ વાયરલ કરવામાં આવી છે.
WatchGujarat રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ છે. દરમિયાન રાજકોટના ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી ફરી વિવાદમાં સપડાયા છે. અરવિંદ રૈયાણીની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં રૈયાણી પાટીદાર સમાજના દિગ્ગજ નેતા સ્વ. વિઠ્ઠલ રાદડિયા, કેબિનેટમંત્રી જયેશ રાદડિયા અને ખોડલધામ ટ્રસ્ટનાં નરેશ પટેલ સહિતના પાટીદાર નેતાઓને ગાળો આપી રહ્યા છે. આ ઓડિયો ક્લીપ મીડિયા સાથેની વાતચીતમાં રૈયાણીએ કલીપ 10 વર્ષ જૂની ઉપરાંત એડિટ કરેલી હોવાનો દાવો કરી પોતે પોલીસ ફરિયાદ કરનાર હોવાનું જણાવ્યું હતું.
અરવિંદ રૈયાણીનાં જણાવ્યા મુજબ, ઓડિયોક્લિપ એડિટ કરેલી છે. તેમજ 10 વર્ષ જૂની છે. મેં ક્યારેય કોઈપણ નેતાઓને ગાળો આપી નથી. તેમજ પક્ષના લોકો સાથે પણ મારો કોઈ પ્રકારનો મતભેદ નથી. જો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી હોય મને બદનામ કરવા માટે હાલ આ કલીપ વાયરલ કરવામાં આવી છે. ત્યારે આ અંગે હું પણ ચૂપ નહીં બેસું. અને પોલીસ ફરિયાદ કરી જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ રાજકોટ ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી અનેક વિવાદોમાં આવી ચૂક્યા છે. ત્યારે ફરી એકવાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ઓડિયોક્લિપ વાયરલ થતાં જ તેઓ ચર્ચામાં આવ્યા છે. જો કે આ ઓડિયોક્લિપમાં કેટલું તથ્ય છે તે તો પોલીસ તપાસ બાદ જ સામે આવશે. પણ પાટીદાર નેતાઓને આડેહાથ લેતી આ ક્લિપને લઈને આવનારી ચૂંટણીઓમાં ભાજપની મુશ્કેલીઓ વધવાની શક્યતા નકારી શકાય તેમ નથી.