• એક વર્ષમાં કુલ 500 દારૂના કેસમાં જપ્ત કરેલ 78,646 બોટલો-ટીન નાશ કરાયો
  • પોલીસે એક વર્ષમાં કુલ 500 દારૂના ગુના નોંધી આ દારૂ-બીયરનો જથ્થો કબજે કર્યો હતો.
  • શહેરની ભાગોળે કુવાડવા રોડ પર સોખડા પાસે નાશ કરવામાં આવ્યો

#Rajkot - 31st ડિસેમ્બરની પૂર્વ સંધ્યાએ રૂ. 3.09 કરોડનાં વિદેશી દારૂનો નાશ કરાયો, પ્યાસીઓનાં અરમાનો રોળાયા

WatchGujarat 31st ડિસેમ્બરની પૂર્વ સંધ્યાએ જ પોલીસે જપ્ત કરેલા રૂ. 3.09 કરોડનાં વિદેશી દારૂનાં જથ્થાનો નાશ કરાયો છે. જેને લઈને પ્યાસીઓનાં અરમાનો પણ રોળાઈ ગયા છે. પોલીસે એક વર્ષમાં કુલ 500 દારૂના ગુના નોંધી આ દારૂ-બીયરનો જથ્થો કબજે કર્યો હતો. આજે શહેરની ભાગોળે કુવાડવા રોડ પર સોખડા પાસે નાશ કરવામાં આવ્યો છે. આ વેળાએ ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજા, સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ ચરણસિંહ ગોહિલ, નશાબંધી આબકારી ખાતાના ઇન્ચાર્જ એ. જી. ગોહિલ ખાસ હાજર રહ્યા હતાં. #Rajkot

પ્રતિવર્ષ શહેર વિસ્તારમાં ગેરકાયદેસર આયાત થયેલા અને પકડાયેલા વિદેશી દારૂ, બીયરના જથ્થાનો નાશ કરવાનો હુકમ કોર્ટ દ્વારા થાય છે. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સુચના-માર્ગદર્શન હેઠળ 2020માં છેલ્લા છ મહિનામાં શહેર પોલીસના અલગ-અલગ ઝોને દારૂ બીયર પકડ્યો હતો. જેમાં સૌથી વધુ દારૂ ઝોન-1 હેઠળ આવતા પોલીસ સ્ટેશનોમાં પકડાયો હતો. અને દારૂના 256 કેસમાં 28,359 બોટલ-ટીન મળી રૂ. 1,05,94,451નો જથ્થો પકડાયો હતો. #Rajkot

આ ઉપરાંત ઝોન-2 હેઠળના પોલીસ સ્ટેશનોમાં દારૂના 147 કેસમાં 4,016 બોટલ-ટીન રૂ. 16,63,999નો જથ્થો કબજે થયો હતો. તેમજ ક્રાઇમ બ્રાંચ, ડીસીબી, એસઓજી પોલીસે દારૂના 97 કેસમાં 4,681 બોટલો, ટીનનો રૂ. 1,86,55,430નો જથ્થો પકડ્યો હતો. આમ એક વર્ષમાં કુલ 500 દારૂના કેસમાં 78,646 બોટલો જપ્ત કરવામાં આવી હતી. જેની અંદાજીત કિંમત રૂ. 3,09,13,880 થાય છે.

ચાલુ વર્ષમાં પકડાયેલા આવા દારૂ-બીયરના જથ્થાનો સાત હનુમાનથી આગળ સોખડા અને નાકરાવાડીની વચ્ચે સરકારી ખરાબામાં નાશ કરાયો હતો. આ તમામ દારૂ-બીયરનો જથ્થો જુદા-જુદા વાહનો મારફત ઉચ્ચ અધિકારીઓ અને જે તે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અને તેમની ટીમોની સીધી દેખરેખ હેઠળ સોખડાના સરકારી ખરાબામાં લઇ જવાયો હતો. જ્યાં વિશાળ પટમાં દારૂ-બીયરની બોટલો, બીયરના ટીનનો જથ્થો પાથરી દઇ બાદમાં તેના પર બૂલડોઝર ફેરવી દેવાયું હતું.

More #Rajkot #Before #31st #december #s3-09-crore #liquor #destroyed #Gujaratinews #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud