• માત્ર હાઈવે નહીં પણ અંતરિયાળ ગામો અને ખેતરોમાં પણ આ અંગે તપાસનો દોર લંબાવાયો
  • રાજકોટ જિલ્લાના 5 તાલુકામાં 120 ટીમો દ્વારા દિવસ રાત તપાસ કરવામાં આવી રહી છે – આઈજી સંદીપસિંહ
  • વિવિધ સ્થળોએ ગુનાઓ દાખલ કરી 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી

Watchgujarat. રાજ્ય સરકારના આદેશ અનુસાર શહેર અને જિલ્લામાં બાયોડિઝલનાં કાળા કારોબારને રોકવા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લામાં રેન્જ આઈજીની અધ્યક્ષતામાં જુદી-જુદી 120 જેટલી ટીમો કામે લાગી છે. અને છેલ્લા વીસેક દિવસમાં જ 1100 કરતા વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવી ચુક્યા છે. જેમાં વિવિધ સ્થળોએ ગુનાઓ દાખલ કરી 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ અંગે રેન્જ આઈજી સંદીપસિંહે જણાવ્યું હતું કે, બાયો ડીઝલનાં કાળા કારોબારને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા કડકમાં કડક પગલાં લેવાનો આદેશ કરાયો છે. જેને લઈને રાજકોટ જિલ્લાના 5 તાલુકામાં 120 ટીમો દ્વારા દિવસ રાત તપાસ કરવામાં આવી રહી છે. જે કોઈ જગ્યાએથી બાયોડિઝલ ઝડપાય તેમાં ક્યાં ક્યાં કેમિકલનો ઉપયોગ કરાયો છે તે સહિત ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

માત્ર હાઈવે નહીં પણ અંતરિયાળ ગામો અને ખેતરોમાં પણ આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. અને આ માટે બાતમીદારોનું નેટવર્ક વધુ સ્ટ્રોંગ કરવામાં આવ્યું છે. અને બાયોડિઝલનાં આ વેપાર પર તવાઈ બોલાવવામાં આવી છે. આવનારા દિવસોમાં પણ દારોડનો દોર ચાલુ રાખવામાં આવનાર હોવાનું જણાવતા તેમણે રાજકોટ અને મોરબીમાં સૌથી વધુ ગુનાઓ નોંધાયા હોવાનું પણ જણાવ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud