• ગુજરાત સરકાર અને ડી.જી.પી. દ્વારા બાયોડીઝલના ગેરકાયદેસર સંગ્રહ તથા વેચાણને પકડી પાડી કડક અને કાયદેસરની કાર્યવાહી કરવા સુચના
  • સ્થાનીક પોલીસ સ્ટેશનના કર્મચારીઓની 128 સ્પેશ્યલ ટીમો બનાવી ત્રાટકી
  • છેલ્લા 24-કલાકમાં રાજકોટ રેન્જના જીલ્લાઓમાં બાયોડીઝલ અંગેની કુલ-163 જગ્યાઓએ રેઇડો કરી 9 ગુનાઓ દાખલ કર્યા

WatchGujarat. ગુજરાત સરકારના આદેશ બાદ હાલમાં બાયોડીઝલના ગોરખધંધા પર પોલીસે ધોસ બોલાવી છે. અને રેન્જ વિસ્તારના જીલ્લાઓમાં બાયોડીઝલનુ ગેરકાયદેસર સંગ્રહ તથા વેચાણ કરી ગોરખધંધા કરતા 163 સ્થળે પોલીસ ત્રાટકી હતી. જેમાં કુલ-9 શખ્સો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને 12,202 લીટર બાયોડિઝલ સહિત રૂ.23,94,100નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસના ઓચિંતા દરોડથી બાયોડિઝલના ધંધાર્થીઓમાં ફફડાટ મચી ગયો હતો.

ગુજરાત સરકાર અને ડી.જી.પી. દ્વારા બાયોડીઝલના ગેરકાયદેસર સંગ્રહ તથા વેચાણને પકડી પાડી કડક અને કાયદેસરની કાર્યવાહી કરવા કરેલી સુચના આપી દેવામાં આવી હતી. જે અંતર્ગત રેન્જ ડી.આઇ.જી.પી. સંદીપસિંહ દ્રારા રાજકોટ રેન્જ હસ્તકના સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ ગ્રામ્ય, મોરબી અને દેવભુમી દ્રારકા જીલ્લાઓમાં એલ.સી.બી., એસ.ઓ.જી. બ્રાંચ અને સ્થાનીક પોલીસ સ્ટેશનના કર્મચારીઓની 128 સ્પેશ્યલ ટીમો બનાવી પોતાના જીલ્લા વિસ્તારોમાં બાયોડીઝલનો સંગ્રહ તથા વેચાણની ગેરકાયદેસર પ્રવૃતીને નેસ્તો-નાબુદ કરી આવી પ્રવૃતિ કરતા શખ્સો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરવામાં આવી હતી.

છેલ્લા 24-કલાકમાં રાજકોટ રેન્જના જીલ્લાઓમાં બાયોડીઝલ અંગેની કુલ-163 જગ્યાઓએ રેઇડો કરી 9 ગુનાઓ દાખલ કરી રૂ.17,46,550 ની કિંમતનું 12,202 લીટર બાયોડિઝલ મળી રૂ. 23,94,100નો મુદ્દામાલ કબ્જે કરી કુલ-9 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃતિ કરતા શખ્સો વિરુધ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસ સુત્રોએ જણાવ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud