રાજકોટના વોર્ડ નંબર 11માં સિમેન્ટ રોડનું કામ ચાલી રહ્યું છે
સ્થળની મુલાકાત દરમિયાન મેયર ડો.પ્રદીપ ડવે ભાજપના નેતાઓ સાથે ફોટોસેશન કરી સોશિયલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ કર્યો
ભાજપનાં નેતાઓ અવારનવાર આ રીતે કોરોનાની ગાઈડલાઇનનો ભંગ કરતા નજરે પડતા હોય છે
[caption id="attachment_1223070" align="aligncenter" width="1280"] Gujarat, Rajkot BJP Leaders[/caption]
WatchGujarat. શહેરમાં હાલ કોરોનાનું સંક્રમણ ઘટી ગયું છે. પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ત્રીજી લહેરની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અને આ માટે tv સહિતના વિવિધ માધ્યમો દ્વારા લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરવામાં આવી રહી છે. જો કે આ બધા નિયમો માત્ર સામાન્ય માણસ માટે હોવાની હકીકત વધુ એકવાર સામે આવી છે. જેમાં મુખ્યમંત્રી રૂપાણીનાં હોમટાઉનમાં ખુદ ભાજપનાં જ નેતાઓએ નિયમોનાં ધજાગરા ઉડાવ્યા હતા. સામાન્ય રસ્તાનાં કામની મુલાકાતે ગયેલા નેતાઓએ માસ્ક દાઢીએ લટકાવી ટોળે વળી ફોટોસેશન કરાવ્યું હતું. જેને લઈને આ નેતાઓ કોરોનાને ખુલ્લું આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
રાજકોટના વોર્ડ નંબર 11માં સિમેન્ટ રોડનું કામ ચાલી રહ્યું છે. આ કામની મુલાકાતે પહોંચેલા મેયર ડો.પ્રદીપ ડવે ભાજપના નેતાઓ સાથે ફોટોસેશન કરી સોશિયલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ કર્યો હતો. અને ભાજપના નેતાઓને જાણે સરકારની ગાઈડલાઇન લાગુ પડતી ન હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. હાલ ખુદ મુખ્યમંત્રી પણ ત્રીજી લહેરનો સામનો કરવાની તૈયારીમાં લાગી ગયા છે. અને હાલમાં જ સંપૂર્ણ તૈયારી બતાવી અને લોકોને સાવચેત રહેવા અપીલ પણ કરી હતી. ત્યારે સરેઆમ નિયમો તોડતા આવા નેતાઓ સામે પોલીસ પગલાં લેશે કે નહીં ? જેવા સવાલો લોકો ઉઠાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપનાં નેતાઓ અવારનવાર આ રીતે કોરોનાની ગાઈડલાઇનનો ભંગ કરતા નજરે પડતા હોય છે. અને પોલીસ પણ મુક પ્રેક્ષક બનીને તમાશો નિહાળતી હોય છે. મીડિયા દ્વારા પણ વારંવાર આ રીતે ભાજપનાં નેતાઓને જગાડવાનાં પ્રયાસો થાય જ છે. પરંતુ સ્થાનિક નેતાઓ કોઈ નિયમ પાળવામાં માનતા જ નથી. આ ફોટો સેશનમાં મેયર ડોકટર પ્રદીપ ડવ, ભાજપના અગ્રણી નેતા નીતિન ભારદ્વાજ, ડેપ્યુટી મેયર ડોકટર દર્શિતા શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ સહિત મોટી સંખ્યામાં કોર્પોરેટરો તેમજ કાર્યકરો પણ હાજર રહ્યાં હતા. અને સરેઆમ નિયમો તોડ્યા હતા.
Gujarat, Rajkot BJP Leaders