• કિસાનપરા ચોક ખાતે ગુજરાત કા અપમાન નહીં સહેંગે, રાહુલ ગાંધી હાય હાય, પપ્પુડો હાય હાય, કોંગ્રેસ હાય હાય સહિતના નારા લગાવી વિરોધ
  • નિવેદન બદલ રાહુલ ગાંધીની માફીની માંગ પણ કરવામાં આવી

WatchGujarat કોંગ્રેસ પક્ષનાં દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ ગુજરાતી વેપારીઓ પર કરેલી ટિપ્પણીના વિરોધમાં ભાજપ દ્વારા શહેરના કિસાનપરા ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક ભાજપનાં ધારાસભ્ય ગોવિંદ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ઉદય કાનગડ, નિતીન ભારદ્રાજ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે , ‘પપ્પુ હાય હાય’ સહિતનાં વિવિધ નારા લગાવી રાહુલ ગાંધીની માફીની માંગ કરવામાં આવી હતી.

ભાજપનાં આગેવાનોએ કિસાનપરા ચોક ખાતે વિવિધ બેનરો સાથે ગુજરાત કા અપમાન નહીં સહેંગે, રાહુલ ગાંધી હાય હાય, પપ્પુડો હાય હાય, કોંગ્રેસ હાય હાય સહિતના નારા લગાવી વિરોધ પ્રગટ કર્યો હતો. સાથે જ આ નિવેદન બદલ રાહુલ ગાંધીની માફીની માંગ પણ કરવામાં આવી હતી. સાથે જ તેમના આવા વિચિત્ર નિવેદનો ગુજરાતની પ્રજા ક્યારેય સહન નહીં કરે અને આગામી ચૂંટણીમાં પ્રજા મત વડે કોંગ્રેસ અને રાહુલને સણસણતો તમાચો મારશે તેવો વિશ્વાસ પણ ભાજપે વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રવિવારે આસામના પ્રવાસ પર હતા. અહીં તેમણે એક જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે આસામના ચાના બગીચામાં મજૂરી કરનારાઓને દૈનિક રૂપિયા 167 મજૂરી મળે છે, જ્યારે મોદી સરકારમાં ગુજરાતના વ્યાપારીઓને ચાના બગીચા જ મળી જાય છે. રાહુલ ગાંધીએ વચન આપતા કહ્યું કે, આસામમાં અમારી સરકાર આવશે તો અમે શ્રમિકોને દૈનિક રૂપિયા 365 મજૂરી આપશું. અને આ પૈસા ગુજરાતના વ્યાપારીઓ પાસેથી આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud