• રાજકોટ ધો.10 પાસ વિમલ 2010થી 2015 મધુરમ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર કમ પટ્ટાવાળા તરીકે નોકરી કરતો
  • 2015થી જ સીસીટીવી કેમેરાનું કામ શરૂ કર્યું હતું. પણ તેમાં નહીં જામતા આખરે 2018 થી ડોકટર તરીકે પ્રેકટીસ શરૂ કરી
  • આજ સુધી બિન્દાસ્ત કોઠારીયા સોલવન્ટ શીતળાધાર 25 વારીયામાં પ્રેકટીસ  કરીને આરોગ્ય સાથે ગંદી રમત રમતો
  • આખરે વાત તંત્ર સુધી પહોંચતા હરકતમાં આવીને બોગસ ડોક્ટરની અટકાયત કરાઇ

Watchgujarat. રાજકોટ શહેરમાં બોગસ ડોકટરોનો રાફડો ફાટયો છે. અને અવાર-નવાર બોગસ ડોકટરો પકડાય છે. ત્યારે આવો જ વધુ એક મુન્નાભાઈ ઝડપાયો છે. ધોરણ 10 પાસ વિમલ સીતાપરા નામના આ શખ્સે 5 જેટલા વર્ષ ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કર્યું હતું. અને તેના આધારે ક્લિનિક ખોલી દર્દી દીઠ રૂ. 50 લઈ લોકોનાં આરોગ્ય સાથે ત્રણેક વર્ષથી ચેડા કરતો હતો. ચોક્કસ બાતમીના આધારે આ મુન્નાભાઈને ઝડપી લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત અનુસાર ધો.10 પાસ વિમલ 2010થી 2015 મધુરમ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર કમ પટ્ટાવાળા તરીકે નોકરી કરતો હતો. 2015થી જ તેણે સીસીટીવી કેમેરાનું કામ શરૂ કર્યું હતું. પણ તેમાં નહીં જામતા આખરે 2018 થી ડોકટર તરીકે પ્રેકટીસ શરૂ કરી દીધી હતી. ત્યારથી લઈ આજ સુધી બિન્દાસ્ત કોઠારીયા સોલવન્ટ શીતળાધાર 25 વારીયામાં પ્રેકટીસ  કરીને આરોગ્ય સાથે ગંદી રમત રમતો હતો. તેમ છતાં આરોગ્ય વિભાગ સહિતના તંત્રને ગંધ આવી ન હતી.

દરમિયાન બે મહિના પહેલા પોલીસની ભીંસ હોવાથી તેણે જગ્યા બદલી નાખી હતી. ને જયાં દવાખાનું હતું ત્યાંથી થોડે દૂર દુકાન ભાડે લઈ તેમા શ્રીનાથજી નામથી કિલનિક શરૂ કર્યું હતું. અહીં તે દરેક દર્દી પાસેથી રૂા.50 ફી લઈ એલોપેથીક ડોકટર તરીકે પ્રેકટીસ કરતો હતો. તેમજ કોઈ દર્દીને ગ્લુકોસના બાટલા ચડાવવાની જરૂર પડે તો તેના અલગથી રૂા.250 વસુલી લેતો હતો. આખરે આજે તેનો ભાંડો ફુટયો હતો. અને પોલીસે તેને દબોચી લીધો છે. ક્રાઈમ બ્રાન્ચે આ નકલી ડોક્ટરના ક્લિનિકમાંથી અલગ-અલગ પ્રકારની દવાઓ, મેડીકલ સાધનો અને રોકડ મળી રૂા.22,756 નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud