• ડીજીજીઆઈ વીંગ દ્રારા રાજકોટની સ્ક્રેપ અને પ્લાસ્ટીંગનું વેચાણ કરતી એક પેઢી જે.પી. એન્ટરપ્રાઈઝનાં વ્યવહારો ચકાસવામાં આવ્યા
  • શહેરમાં 13 સ્થળોએ દરોડા પાડી કેટલાક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા
  • જે વસ્તુ વેચાઈ કે ખરીદાઈ નથી તેના બોગસ બીલોનાં આધારે રૂ. 115 કરોડની કરચોરી કરવામાં આવી
Representative image - GST
Representative image – GST

WatchGujarat. જીએસટી લાગુ પડયા બાદ તેના છીંડા શોધી મોટાપાયે કરચોરી કરવામાં આવી રહી છે. જોકે કોરોના હળવો પડતા જીએસટીની જુદી જુદી વીંગ સક્રિય બની છે. સ્ટેટ બાદ હવે સેન્ટ્રલ જીએસટીની વિંગ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે. જેમાં શહેરમાં બોગસ પેઢીઓ ઉભી કરી અને તેનાં નામે વ્યવહારો કરી કરોડો રૂપિયાની ઈનપુટ ટેકસ ક્રેડિટ લેવાનાં કરોડોનાં કૌભાંડ બહાર આવી રહયા છે. જેમાં રાજય સ્તરે 1000 કરોડનું કૌભાંડ બહાર આવ્યા બાદ રાજકોટમાં પણ એક બોગસ પેઢી ઉભી કરીને આશરે રૂ. 115 કરોડની કરચોરી કરવાનું કૌભાંડ સેન્ટ્રલ જીએસટી એન્ફોર્સમેન્ટ વીંગે ઝડપી પાડયું છે.

સેન્ટ્રલ જીએસટી હેઠળ આવતા ડીજીજીઆઈ વીંગ દ્રારા રાજકોટની સ્ક્રેપ અને પ્લાસ્ટીંગનું વેચાણ કરતી એક પેઢી જે.પી. એન્ટરપ્રાઈઝનાં વ્યવહારો ચકાસવામાં આવ્યા હતા. અને શહેરમાં 13 સ્થળોએ દરોડા પાડી કેટલાક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. આ તપાસમાં આશરે રૂ. 115 કરોડની કરચોરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યુ છે. જે વસ્તુ વેચાઈ કે ખરીદાઈ નથી તેના બોગસ બીલોનાં આધારે કરચોરી કરવામાં આવતી હતી. બોગસ કંપનીને નામે વ્યવહારો કરવામાં આવતા હોવાનું તપાસમાં ખુલ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, આ અંગે ઉંડી તપાસમાં કરચોરીનો આંકડો હજુ મોટો બહાર આવે તેવી શકયતા છે. હાલ તો રાજકોટનાં મવડી વિસ્તારમાં આવેલી જે. પી. એન્ટરપ્રાઈઝ પેઢીનાં મુખ્ય સુત્રધારની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજુ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્ટેટ જીએસટી વિભાગે તાજેતરમાં રાજયમાં 71 સ્થળે દરોડા પાડી આશરે રૂ. 1000 કરોડનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. તપાસના દાયરામાં અનેક પેઢીઓમાં સેન્ટ્રલ જીએસટી દ્રારા પણ હવે તપાસ કરવામાં આવી રહી છે. અને બોગસ ટ્રાન્જેકશન કરી કરોડો રૂપિયાની ઈનપુટ ટેકસ ક્રેડિટ લેતા તત્વોને ઝડપી પાડવામાં આવી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud