• નવા બંધાતા બિલ્ડિંગમાં કામ કરતા પરિવાર સાથે રહેતી સગીરાએ એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી
  • શખ્સે પુત્રીના લગ્ન નક્કી થતાં જ બે મહિનાથી  નાની 14 વર્ષની સગીર પુત્રી સાથે હવસ સંતોષવાનું શરૂ કર્યું
  • ઘટના સંદર્ભે એ ડીવીઝન પોલીસે આરોપીની અટકાયત કરી મહિલા પોલીસ હવાલે કર્યો

Watchgujarat. શહેરમાં હેવાનિયતની હદ વટાવતો તેમજ પિતા-પુત્રીનાં સંબંધને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં સાવકા પિતાએ પોતાની બે પુત્રીઓને ત્રણ-ત્રણ વર્ષ સુધી હવસનો શિકાર બનાવી અનેકવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. મોટી પુત્રી પર 3 વર્ષથી દુષ્કર્મ આચરતા આ શખ્સે એ પુત્રીના લગ્ન નક્કી થતાં જ બે મહિનાથી  નાની 14 વર્ષની સગીર પુત્રી સાથે હવસ સંતોષવાનું શરૂ કર્યું હતું. જો કે અંતે મોટી પુત્રીએ હિંમત કરી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ પિતાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા મુજબ મૂળ એમપીની અને હાલ મોચી બજાર પાસે નવા બંધાતા બિલ્ડિંગમાં કામ કરતા પરિવાર સાથે રહેતી સગીરાએ એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે સાવકા પિતા સોહન કુંજીભાઈ ઠાકોરનું નામ આપ્યું હતું. ફરિયાદમાં તેણીએ જણાવ્યું છે કે, તેઓ છેલ્લા 14 વર્ષથી અહીં રહે છે. દરમિયાન પિતાના અવસાન બાદ તેની માતાએ સોહન નામના શખસ સાથે લગ્ન કર્યા હતા. થોડો વખત બધું બરાબર ચાલ્યું હતું.

પરંતુ ત્રણ વર્ષ પહેલા એક રાત્રે સાવકા પિતાએ મોઢું દબાવી દુષ્કર્મ આચર્યું હતું. અને આ વાત કોઈને કહેવા  પર જાનથી મારવાની ધમકી આપી હતી. બાદમાં આ સિલસિલો શરૂ થયો હતો. અને પિતા ઈચ્છે ત્યારે તેની હવસ સંતોષતો હતો. એટલું જ નહીં પોતાના લગ્ન નક્કી થયા બાદ છેલ્લા બે માસથી પિતા તેની નાની બહેન સાથે પણ દૂષ્કર્મ આચરતા હોવાનું જણાવ્યું હતું. આ ઘટના સંદર્ભે એ ડીવીઝન પોલીસે આરોપીની અટકાયત કરી મહિલા પોલીસ હવાલે કર્યો છે. અને મહિલા પોલીસ દ્વારા આરોપીની ધરપકડની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઘટનાને પગલે આ હવસખોર પિતા ઉપર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud