• રામેશ્વર શરાફી સહકારી મંડળીનાં નામે જ રૂ. 60 કરોડનું ફૂલેકુ ફેરવનાર ચેરમેન સહિત ત્રણેયને પોલીસે ઝડપી લીધા છે.
  • કોર્ટે 10 દિવસનાં રિમાન્ડ મંજુર કરતા હાલ આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે.
  • વોટ્સએપમાં સમાધાનનાં પ્રયાસ ચાલતા હોવાની પોસ્ટ પણ વાઈરલ થઈ છે.

#Rajkot - રોકાણકારોનાં કરોડો ચાઉં કરનાર ચેરમેન પાસે કરોડોની સંપત્તિ, ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કર્યાનું રટણ

WatchGujarat રામેશ્વર શરાફી સહકારી મંડળીનાં નામે જ રૂ. 60 કરોડનું ફૂલેકુ ફેરવનાર ચેરમેન સહિત ત્રણેયને પોલીસે ઝડપી લીધા છે. નામદાર કોર્ટે 10 દિવસનાં રિમાન્ડ મંજુર કરતા હાલ આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે. જેમાં મુખ્ય સૂત્રધાર મંડળીના ચેરમેન સંજય હંસરાજ દુધાગરા પાસે કરોડોની સંપત્તિ હોવાનું સામે આવ્યું છે. આરોપી લાખો રૂપિયા ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કર્યાનું રટણ કરી રહ્યો છે. જોકે તેણે બતાવેલી વેબસાઈટ ખુલતી ન હોવાથી પોલીસને શંકા ઉપજી રહી છે. દરમિયાન આજે છેતરપીંડીનો ભોગ બનેલા રોકાણકારો પોલીસ કમિશ્નર પાસે રજુઆત કરવા માટે દોડી ગયા હતા. અને ન્યાય આપવાની માંગ કરી હતી. તો વોટ્સએપમાં સમાધાનનાં પ્રયાસ ચાલતા હોવાની પોસ્ટ પણ વાઈરલ થઈ છે. #Rajkot

#Rajkot - રોકાણકારોનાં કરોડો ચાઉં કરનાર ચેરમેન પાસે કરોડોની સંપત્તિ, ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કર્યાનું રટણ

પોલીસ સૂત્રોનાં જણાવ્યા મુજબ, મંડળીના ચેરમેન સંજય દુધાગરા પાસે એ.પી.પાર્કમાં અંદાજીત ત્રણેક કરોડની કિંમતનો બંગલો, જામનગરના વાગડીયા ગામે ખેતીની 100 વીઘા જમીન ઉપરાંત ટંકારાના હડાળામાં 10 વીઘા જમીનમાં ખારેકનું ફાર્મ હાઉસ હોવાનું સામે આવ્યું છે. તેમજ મંડળીમાંથી સભ્યોને આશરે રૂ. 12 કરોડનું ધિરાણ કર્યાનું પણ ખુલ્યું છે. હાલ મંડળીના તમામ થાપણદારો, લોનધારકના હિસાબનો ડેટા જે લેપટોપમાં છે તે બંને લેપટોપ સંજયના બંગલામાંથી કબ્જે કરવામાં પોલીસને સફળતા મળી છે. #Rajkot

સંજયની કબૂલાત મુજબ, તેણે 2009થી મંડળી શરૂ કરી હતી. 2012ના વર્ષમાં જમીનમાં તેજી આવતા 10 કરોડની જમીન ખરીદી હતી. જો કે, ત્યાર પછી મંદી આવતા જમીનના ભાવ અડધા થતાં જંગી નુકસાનના કારણે રોકાણકારોને પાકતી મુદ્દતે વ્યાજ સહિતની રકમ ચૂકવવામાં અસમર્થ રહ્યો હતો. ત્યાર પછી ક્રિપ્ટો કરન્સીમાં કરેલા રોકાણમાં પણ અંદાજીત 14 લાખ રૂપિયાનું નુકસાન થયાનું જણાવ્યું હતું.##Rajkot

પોલીસે ખરાઇ કરવા માટે આરોપીએ જેમાંથી રોકાણ કર્યાનું કહ્યું હતું. તે વેબસાઇટ ઓપન કરવાના પ્રયાસ કર્યા હતા પરંતુ વેબસાઇટ ઓપન થઇ નથી. જો કે સંજયની સ્થાવર જંગમ મિલકતની બજાર કિંમત કઢાવવા અને મંડળીના તમામ હિસાબોનો તાળો મેળવવા હિસાબી સાહિત્ય કબ્જે લેવાયું છે.

 

More #Chairman #cheated #crores #of investors #money #assets #repetition #of investing #cryptocurrencies #Rajkot news #Watchgujarat

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud