• સરકારે છૂટછાટ આપતા શાખા ફરી શરૂ કરવામાં આવી હોય કિશોરે છેલ્લા ચાર રવિવારથી શાખામાં જવાનું શરૂ કર્યું
  • રાજકોટમાં સ્કૂલની બહાર બેસતા આશરે 30 વર્ષના વિજય નામના શખ્સ સાથે કિશોરનો પરિચય થયો
  • વિજય ભોગ બનનારને ટેનીસ બોલ અપાવી દેવાનું કહીને ભોળવીને સ્કૂટર પાછળ બેસાડીને મેડિકલ કોલેજ-પોસ્ટમોર્ટમ રૂમની પાછળ અવાવરૂ સ્થળે લઇ ગયો

Watchgujarat. રાજકોટ શહેરમાં સદર બજાર વિસ્તારમાં રમેશભાઇ છાયા સ્કૂલમાં કાર્યરત આર.એસ.એસ.ની શાખામાં ગયેલા 13 વર્ષના તરૂણને પરિચયમાં આવેલા શખસે ટેનીસ બોલ અપાવી દેવાનું કહી સ્કૂટરમાં બેસાડીને મેડિકલ કોલેજની પાછળ અવાવરુ સ્થળે લઇ જઇ હાથ બાંધી, મોઢે ડૂમો દઇ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યાની ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે.

આ અંગે ભોગ બનનાર તરૂણના પિતાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ, તેનો 13 વર્ષનો પુત્ર અંગ્રેજી મીડીયમ સ્કૂલમાં ધોરણ-8 માં અભ્યાસ કરે છે. અને સદર બજારમાં રમેશભાઇ છાયા સ્કૂલમાં કાર્યરત આર.એસ.એસ.ની શાખા ચાલે છે એ શાખામાં પુત્ર છ વર્ષથી દર રવિવારે જાય છે. જો કે કોરોનાની મહમારીના કારણે શાખા બંધ હતી, હાલમાં સરકારે છૂટછાટ આપતા શાખા ફરી શરૂ કરવામાં આવી હોય પુત્રએ છેલ્લા ચાર રવિવારથી શાખામાં જવાનું શરૂ કર્યું હતું.

દરમિયાન સ્કૂલની બહાર બેસતા આશરે 30 વર્ષના વિજય નામના શખ્સ સાથે પુત્રને પરિચય થયો હતો. ગઇ કાલે રવિવારે પુત્ર શખામાં ગયો હતો. ત્યારે જ સ્કૂલની બહાર બેસતો વિજય ભોગ બનનારને ટેનીસ બોલ અપાવી દેવાનું કહીને ભોળવીને સ્કૂટર પાછળ બેસાડીને મેડિકલ કોલેજ-પોસ્ટમોર્ટમ રૂમની પાછળ અવાવરૂ સ્થળે લઇ ગયો હતો. અને બન્ને હાથ બાંધી, મોઢે ડૂમો દઇને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય ગુજારીને નાસી છૂટ્યો હતો. બાદમાં પુત્રએ ઘરે આવી પિતાને સમગ્ર હકીકત જણાવતા ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેને આધારે પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud