• રાજકોટ શહેરમાં એક સપ્તાહમાં બીજી વખત રાજકોટ શહેર પોલીસને ઊંઘતી રાખી ચોકલેટ સ્વરૂપ ગાંજના મોટા જથ્થાને ઝડપી પાડ્યો
  • ચોક્કસ બાતમી આધારે તિરુપતિ સોસાયટી શેરી નંબર 11 માં પ્રભાતસિંહ ચુડાસમાનાં મકાનમાં દરોડો પાડ્યો
  • ભાડે રહી નશાયુક્ત ચોકલેટનું વેંચાણ કરતા 37 વર્ષનાં આરોપી રાજેન્દ્રપ્રસાદ ગુપ્તાને ગાંજાનાં નશાથી યુક્ત ચોકલેટના જથ્થા સાથે ઝડપી લીધો

WatchGujarat. CID ક્રાઇમની ટીમ સપ્તાહમાં સતત બીજી વખત નશાયુક્ત પદાર્થને લઈને દરોડો પાડવામાં આવ્યો છે. જેમાં નશાનાં ‘ચોકલેટી’ કારોબારનો પર્દાફાશ કરીને CID ક્રાઇમે ગાંજાયુક્ત ચોકલેટનો મોટો જથ્થો ઝડપી લીધો છે. સાથે જ યુપીથી આ ચોકલેટ લાવીને વેપાર કરતા બિહારના શખ્સની મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે સીઆઇડી ક્રાઇમની આ કાર્યવાહીને પગલે સ્થાનિક પોલીસ સામે સવાલો ઉઠી રહ્યા છે.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ રાજકોટ CID ક્રાઇમ ટિમ દ્વારા ગાંધીનગર CID ક્રાઇમ વડાની સૂચના મુજબ નશાયુક્ત પદાર્થનું વેંચાણ અટકાવવા અલગ અલગ વિસ્તારમાં કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજકોટ શહેરમાં એક સપ્તાહમાં બીજી વખત રાજકોટ શહેર પોલીસને ઊંઘતી રાખી ચોકલેટ સ્વરૂપ ગાંજના મોટા જથ્થાને ઝડપી પાડ્યો છે. પીઆઇ જે. જે. ચૌહાણ અને તેમની ટીમે ચોક્કસ બાતમી આધારે તિરુપતિ સોસાયટી શેરી નંબર 11 માં પ્રભાતસિંહ ચુડાસમાનાં મકાનમાં દરોડો પાડ્યો હતો. અને અહીં જ ભાડે રહી નશાયુક્ત ચોકલેટનું વેંચાણ કરતા 37 વર્ષનાં આરોપી રાજેન્દ્રપ્રસાદ ગુપ્તાને ગાંજાનાં નશાથી યુક્ત ચોકલેટના જથ્થા સાથે ઝડપી લીધો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી મૂળ બિહારનો અને છેલ્લા 15 વર્ષથી રાજકોટમાં રહી મજૂરી કામ કરતો હોવાનું સામે આવ્યું છે. જોકે છેલ્લા દોઢ વર્ષથી આરોપી યુપી ખાતેથી નશાયુક્ત ચોકલેટ લાવી વેંચવા લાગ્યો હોવાનું તેણે સ્વીકાર્યું છે. પોલીસે રેડ દરમિયાન ચોકલેટ ભરેલા જુદા-જુદા 7 કોથળા કબજે કરવામાં આવ્યા છે. જેમાં અલગ અલગ કંપનીની 798 પેકેટ ચોકલેટ છે. અને એક પેકેટમાં 40 ચોકલેટ હોય છે. આરોપી દ્વારા પાનના ગલ્લાના વેપારીઓને એક પેકેટ 75 થી 100 રૂપિયા ભાવથી વહેંચવામાં આવતા હતા. જે પાનના વેપારીઓ એક ચોકલેટ રૂપિયા 10 કિંમતથી વેંચતા હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલ પોલીસે તમામ જથ્થો જપ્ત કરી ચોકલેટમાં કેટલા ટકા ગાંજાનો સમાવેશ છે, તે અંગે તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud