શહેરના નાણાવટી ચોક પાસે સીટી બસના ડ્રાઈવર-કંડકટરની દાદાગીરી સામે આવી
ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઇ જતાં ટ્રાફિકજામનાં દ્રશ્યો પણ સર્જાયા હતા.
સિટી બસ ચાલક દ્વારા નાણાવટી ચોક ખાતે ટ્રાફીક જામ સર્જાય તે પ્રકારે બસ ઉભી રાખવામાં આવી હતી
WatchGujarat. શહેરના નાણાવટી ચોક પાસે સીટી બસના ડ્રાઈવર-કંડકટરની દાદાગીરી સામે આવી છે. જેમાં આ બંનેએ નજીવી બાબતે વાહન ચાલકને જાહેરમાં ઢોર માર માર્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઇ જતાં ટ્રાફિકજામનાં દ્રશ્યો પણ સર્જાયા હતા. છતાં પણ સિટી બસ ચાલક દ્વારા નાણાવટી ચોક ખાતે ટ્રાફીક જામ સર્જાય તે પ્રકારે બસ ઉભી રાખવામાં આવી હતી. જેને લઈ લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, સિટિબસ રસ્તાની વચ્ચે ઉભી રાખી ડ્રાઈવર અને કંડકટર વાહન ચાલકને માર મારી રહ્યા છે. અને લોકો આ ઝઘડો અટકાવવા પ્રયાસ કરી રહ્યા છે. જો કે ડ્રાઈવર અને કંડકટર બંને કોઈનું કશું સાંભળવા પણ તૈયાર થતા નથી.
https://twitter.com/WatchGujarat/status/1379386889132728321?s=20
ઘટનાને નજરે નિહાળનારનાં કહેવા મુજબ વાહન ચાલક આ બસની ઠોકરે આવતા રહી ગયો હોવાથી તેણે ડ્રાઈવરને જોઈને ચલાવવા કહ્યું હતું. જેને લઈ ઉશ્કેરાયેલા આ ડ્રાઈવર અને કાંડક્ટરે આ હુમલો કર્યો હતો.
જાણવા મળતી વિગતો મુજબ જે જગ્યા પર બનાવ બન્યો ત્યાંથી રૈયાધાર પોલીસ ચોકી માત્ર 50 મીટર જ દૂર છે. સામાન્ય રીતે આ પોઈન્ટ ઉપર ટ્રાફિક બ્રિગેડના જવાનો ટ્રાફિક નિયમનનું પાલન કરાવતા હોય છે. પરંતુ આ ઘટના બની તે સમયે કોઈ ટ્રાફિક બ્રિગેડના જવાન હાજર ન હોવાનું પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું. જો કે હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયો મામલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા પર તપાસ શરૂ કરવામાં આવી છે. અને સિટી બસના નંબરના આધારે ડ્રાઇવર અને કંડક્ટરની શોધખોળ ગાંધીગ્રામ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.