• ઓબ્ઝેર્વેશન પિરિયડ પુરો થતા જ બાળકો અને માતાને રજા આપવા અંગે ડોક્ટરો દ્વારા વિચારણા
  • સીમાબેનનું સિઝેરિયન દ્વારા ઓપરેશન થયું છે. જેમાં તેમણે એકસાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો છે – ડો.મનિષા પરમાર
  • સીમાબેને ત્રણ બાળકોને જન્મ આપતા જ પરિવારમાં પણ જાણે સોનાનો સુરજ ઉગ્યો હોય તેવી ખુશી જોવા મળી

WatchGujarat. શહેરની સિવિલ હોસ્પિટલમાં ભાગ્યે જ જોવા મળતી ઘટના બની છે. જેમાં સીમા અનિલભાઈ વઘાસિયા નામની એક મહિલાએ એકસાથે ત્રણ-ત્રણ બાળકોને જન્મ આપ્યો છે. જેમાં એક પુત્રી તેમજ બે પુત્ર સામેલ છે. જોકે નેચરલ ડિલિવરી શક્ય ન હોવાથી ડોક્ટરો દ્વારા સીમાબેનનું સિઝરીયન કરવામાં આવ્યું હતું. પરંતુ ખુશીની વાત છે કે ડોક્ટરોની મહેનત સફળ રહી છે. અને આ ઓપરેશન દ્વારા એકસાથે ત્રણ-ત્રણ બાળકોનું દુનિયામાં આગમન થયું છે. અને માતા સહિત ત્રણેય બાળકો પણ બિલકુલ સ્વસ્થ છે. જો કે આમ છતાં હોસ્પિટલ તંત્ર દ્વારા હાલ ચારેયને ઓબ્ઝેર્વેશન માટે રાખવામાં આવ્યા છે.

આ અદભુત ઘટનાનાં સાક્ષી તેમજ નિમિત્ત બનેલા ગાયનેક વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો.મનિષા પરમારે જણાવ્યું હતું કે, આજે સીમાબેનનું સિઝેરિયન દ્વારા ઓપરેશન થયું છે. જેમાં તેમણે એકસાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો છે. તેઓ પહેલેથી જ સિવિલ હોસ્પિટલમાં ચેકઅપ કરાવવા માટે આવતા હતા. અને તેમને પ્રસૂતિની પીડા ઉપાડતા જ અમારી ટીમે સિઝેરિયન દ્વારા ડિલિવરી કરવાનું નક્કી કર્યું હતું. સામાન્ય રીતે એક સાથે 3 બાળકોનો જન્મ થાય તેવા કેસ ભાગ્યે જ જોવા મળતા હોવાનું તેમણે સ્વીકાર્યું હતું.

બીજીતરફ સીમાબેને ત્રણ બાળકોને જન્મ આપતા જ પરિવારમાં પણ જાણે સોનાનો સુરજ ઉગ્યો હોય તેવી ખુશી જોવા મળી રહી છે. આ સૌભાગ્યશાળી મહિલા સીમાબેનનાં પિતા રણછોડભાઇ જુણેજાએ જણાવ્યું હતું કે, બહુ સમય પછી અમારા ઘરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ભગવાનના આશીર્વાદથી એક સાથે ત્રણ બાળકોનો જન્મ થયો છે. ત્રણેય બાળકો અને મારી દીકરી પણ તંદુરસ્ત છે. કુદરતની દયાથી અમારા પરિવારમાં આ ખુશી જોવા મળી છે. અને તેના માટે હું ઈશ્વરનો અને અશક્યને શક્ય બનાવનાર ડોક્ટર્સનો પણ આભારી રહીશ.

વર્ષો બાદ ભાગ્યે જ જોવા મળતી આ ઘટના સિવિલ હોસ્પિટલમાં બનતા ડોક્ટરો સહિત હોસ્પિટલનાં બધા કર્મચારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બાળકો અને માતા તંદુરસ્ત હોવાથી ડોક્ટરો પણ રાહત અનુભવી રહ્યાં છે. ઓબ્ઝેર્વેશન પિરિયડ પુરો થતા જ બાળકો અને માતાને રજા આપવા અંગે ડોક્ટરો દ્વારા વિચારણા કરવામાં આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud