• રામનાથપરા જૂની જેલનો રાજકોટ શહેર પોલીસ દ્વારા સમારકામ કરી રીનોવેટ કરાઈ
  • જેલમાં અદ્યતન કોમ્યુનિટી હોલ પણ બનાવવામાં આવ્યો છે
  • આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું
  • રાજકોટ શહેર પોલીસને પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રીએ સ્વહસ્તે નોંધ લખી

WatchGujarat. તમને જણાવી દઈએ કે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પોતાના જન્મ દિવસ નિમિતે જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. ત્યારે આજે તેઓએ રાજકોટ શહેર પોલીસ દ્વારા રીનોવેટ કરાયેલી જૂની જેલનું લોકાર્પણ કર્યું હતું.

આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટમાં આવેલી રામનાથપરાની જૂની જેલ બી ડિવીઝન ઘણા વર્ષોથી વંધ હાલતમાં છે. ઉલ્લેખનીય છે કે શહેર પોલીસ દ્વારા આ ઈમારતને રીનોવેટ કરીને નવો લૂક આપવામાં આવ્યો છે. સાથે જ તેમાં જરૂરી સમારકામ કરાવી એક અદ્યતન સુવિધા વાડો કોમ્યુનિટી હોલ પણ બનાવવામાં આવ્યો છે. જેનું આજ રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી દ્વારા રાજકોટ શહેર પોલીસની કામગીરીને પ્રોત્સાહન આપવા માટે એક ખાસ નોંધ લખવામાં આવી છે. આ નોંધમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લખ્યું છે કે, રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને તેમની ટીમને અભીનંદન, જુની જેલ બી ડિવીઝન વર્ષો પહેલાની ઈમારતને જે રીતે નવો લુક આપી જુનો ઈતીહાસ રાખીને મોડર્નાઈઝેશન કરવા બદન અભીનંદન. આ સાથે તેમણે લખ્યું છે કે, શહેરની સાયબર ક્રાઈમ, ટ્રાફીક પોલીસની કામગીરી સારી થાય તે માટે વ્યવસ્થા કરવી.

મહત્વનું છે કે આ પ્રસંગે સ્વહસ્તે મુખ્યમંત્રી એ નોંધ કરી રાજકોટ શહેર પોલીસને પ્રોત્સાહિત કર્યા હતા. સાથે તેમને આ કામગીરી બદન અભિનંદન પણ પાઠવ્યા હતા. પરંતુ તેમને રાજકોટ શહેરની સાયબર ક્રાઈમ અને ટ્રાફીક પોલીસની કામગીરી વધુ સારી થાય તે માટે વ્યવસ્થા કરવાનું પણ સુચન કર્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud