• ગુજરાતમાં હાલ કોરોનાનાં કેસો ઘટયા છે, પણ 50% વેકસીનેશન જરૂરી હોવાથી દરરોજ 3 લાખ લોકોને રસી અપાઈ રહી છે
  • ભારતના નકશામાં ખંઢેરી રેલવે સ્ટેશનને સ્થાન મળશે
  • લાઈટ હાઉસ પ્રોજેકટ વડાપ્રધાન મોદીનો ડ્રિમ પ્રોજેકટ

Watchgujarat. રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે મનપા અને રૂડાનાં મળીને રૂ. 232.50 કરોડનાં વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ, ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. સાથે-સાથે મનપાના 1144 અને રૂડાનાં 722 જેટલા આવાસોનો ડ્રો પણ મુખ્યમંત્રીનાં હસ્તે કરાયો હતો. રૈયારોડ નજીક પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં યોજાયેલા કાર્યક્રમમાં સ્થાનિક દિગગજ નેતાઓ હાજર રહ્યા હતા. આ તકે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાની લડાઈ સાથે ગુજરાત સરકારે વિકાસનાં કામો પણ ચાલુ રાખ્યા છે. ગુજરાતમાં હાલ કોરોનાનાં કેસો ઘટયા છે, પણ 50% વેકસીનેશન જરૂરી હોવાથી દરરોજ 3 લાખ લોકોને રસી અપાઈ રહી છે. સાથે જ સરકારે ત્રીજી લહેરની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

AIIMSનું કામ ઝડપી કરાયું, PM નાં ડ્રિમ પ્રોજેકટને સાકાર કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય : રૂપાણી

વધુમાં તેમણે કહ્યું હતું કે, હાલ AIIMSનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. આ માટે ખંઢેરી રેલવે સ્ટેશનને વિકસાવવામાં આવશે. અને ભારતના નકશામાં ખંઢેરી રેલવે સ્ટેશનને સ્થાન મળશે. એઇમ્સ હોસ્પિટલ સુધી પહોંચવા દર્દીઓ માટે ખંઢેરી રેલવે સ્ટેશન મહત્વનું બની રહેશે. આ માટે જ એઇમ્સ સાથેની કનેક્ટિવિટી માટે વિકાસ કરવામાં આવી રહ્યો છે. તો લાઈટ હાઉસ પ્રોજેકટ વડાપ્રધાન મોદીનો ડ્રિમ પ્રોજેકટ છે. વડાપ્રધાને સમીક્ષા કરતા ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે, જ્યાં આ કામ પૂર્ણ કર્યું છે. અનેક રાજ્યોએ તો હજુ કામ શરૂ પણ નથી કર્યું.

ઉલ્લેખનીય છે કે, CM રૂપાણીએ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ. 118 કરોડના ખર્ચે બનેલા લાઈટ હાઉસ પ્રોજેક્ટના આવાસ યોજનાનો ઈ ડ્રો, રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા રૂપિયા 67.63 કરોડના ખર્ચે નિર્માણ થનાર PM આવાસ યોજનાનો ઈ ડ્રો, રૂ. 37.69 કરોડના ખર્ચે જુદા જુદા વોર્ડમાં થનારા વિકાસ કામોના ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત અને રૂ. 9.18 કરોડના ખર્ચે રૂડામાં થનારા વિકાસકામોના ઇ-ખાતમુહુર્ત પણ કર્યા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud