• વરસાદ ખેંચાતા રાજકોટનાં આજી-ન્યારી સહિતનાં મુખ્ય જળાશયોનાં તળિયા દેખાવા લાગ્યા
  • ઓગષ્ટ મહિનાથી પાણીની મોકાણ સર્જાવાનાં એંધાણ દેખાતા શહેરનાં મેયર ડો. પ્રદીપ ડવ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી નર્મદાનું પાણી આપવાની માંગ કરી
  • સૌની યોજના અન્વયે 300 ક્યુસેક પાણી પહોંચાડવા સીએમની આ સૂચના બાદ આજે સવારથી જ પાણી પહોંચાડવા પમ્પિંગ કામગીરી શરૂ

WatchGujarat. શહેરનાં પનોતા પુત્ર અને ગુજરાતમાં સીએમ રૂપાણીએ શહેરમાં સંભવિત પાણીની મુશ્કેલીને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત સૌની યોજના દ્વારા રાજકોટના ન્યારી ડેમમાં 300 ક્યુસેક પાણી આપવામાં આવશે. આ માટેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવતા મંગળવાર સુધીમાં જ નર્મદા નીર ન્યારી ડેમમાં પહોંચી જશે. અને રાજકોટવાસીઓને પાણીની કોઈ મુશ્કેલી રહેશે નહીં.

વરસાદ ખેંચાતા રાજકોટનાં આજી-ન્યારી સહિતનાં મુખ્ય જળાશયોનાં તળિયા દેખાવા લાગ્યા હતા. અને ઓગષ્ટ મહિનાથી પાણીની મોકાણ સર્જાવાનાં એંધાણ દેખાતા શહેરનાં મેયર ડો. પ્રદીપ ડવ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી નર્મદાનું પાણી આપવાની માંગ કરાઈ હતી. મેયરની આ રજુઆતને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ તાત્કાલિક અસરથી શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ન્યારી ડેમમાં નર્મદાનું 300 ક્યુસેક પાણી ઠાલવવાનો આદેશ કર્યો છે.

સૌની યોજના અન્વયે 300 ક્યુસેક પાણી પહોંચાડવા સીએમની આ સૂચના બાદ આજે સવારથી જ પાણી પહોંચાડવા પમ્પિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે. જેને લઈને સૌની યોજના અંતર્ગત રાજકોટના ન્યારી ડેમમાં  આપનારું આ પાણી મંગળવારે સવાર સુધીમાં ન્યારી ડેમમાં પહોંચશે. ન્યારી ડેમ મારફત આ પાણી રાજકોટ શહેરને આપવાનું શરૂ થતા પશ્ચિમ રાજકોટના નાગરિકોની પીવાના પાણીની સુવિધામાં વધારો થશે. આ સાથે જ વરસાદ વધુ ખેંચાય તો આગામી સમયમાં સૌની યોજના દ્વારા ફરી એકવાર આજીડેમ ભરવા માટે પણ રાજ્ય સરકાર તૈયાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud