• કોરોનાની બીજી લહેર પૂરી થઇ એને થોડો સમય જ થયો છે
  • ગુજરાતની અંદર લગભગ બેથી અઢી લાખનાં મોત થયાં હતાં. આવા સમયે શોક મનાવવાને બદલે ભારતીય જનતા પાર્ટી ઉત્સવ ઉજવી રહી છે એ દુર્ભાગ્યપૂર્ણ – અર્જુન મોઢવાડિયા
  • રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટની ઓફિસ સામે કોંગ્રેસ દ્વારા આરોગ્ય સેવા નબળી હોવાના અને આરોગ્ય બચાવોના આક્ષેપ સાથે વિરોધનો કાર્યક્રમ યોજ્યો

WatchGujarat. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે પોતાના જન્મદિવસ નિમિતે હોમટાઉન રાજકોટની જ મુલાકાતે છે. અને વિવિધ લોકોપયોગી કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે. ત્યારે આ દરમિયાન જ આજે કોંગ્રેસ દ્વારા ભાજપનાં શાસનમાં આરોગ્ય વ્યવસ્થા નબળી હોવાના આરોપ સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેમાં  પાંચ વર્ષ પૂર્ણ કરતાં રાજકોટમાં આજે સંવેદના દિવસ  ભાજપના સંવેદના દિવસ સામે સિવિલ હોસ્પિટલનાં પ્રાંગણમાં કોંગ્રેસના કાર્યકરો ઓક્સિજનના બાટલા સાથે પહોંચ્યા હતા  અને ‘આરોગ્ય બચાવો’ તથા ‘હાય રે ભાજપ હાય હાય’ ના સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે પોલીસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા સહિત આ વિરોધ પ્રદર્શનમાં સામેલ તમામ કાર્યકરની અટકાયત કરી હતી. આ તકે કોંગ્રેસનાં આગેવાનો અને પોલીસ વચ્ચે ઝપાઝપીનાં દ્રશ્યો સર્જાયા હતા. આ તકે મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ‘શોક મનાવવાને બદલે ભાજપ ઉત્સવ ઊજવે છે’

વધુમાં તેમણે કહ્યું હતું કે, કોરોનાની બીજી લહેર પૂરી થઇ એને થોડો સમય જ થયો છે. દેશની અંદર છેલ્લા 100 વર્ષમાં જેટલી જાનહાનિ નથી થઈ તેટલી કોરોના કાળ દરમિયાન થઈ છે. એક અંદાજ મુજબ દેશમાં 50 લાખ લોકોનાં મૃત્યુ થયાં છે. ગુજરાતની અંદર લગભગ બેથી અઢી લાખનાં મોત થયાં હતાં. આવા સમયે શોક મનાવવાને બદલે ભારતીય જનતા પાર્ટી ઉત્સવ ઉજવી રહી છે એ દુર્ભાગ્યપૂર્ણ છે.

બીજીતરફ કોંગી આગેવાન રણજિત મુંધવાનાં કહેવા અનુસાર, આરોગ્યને લઇને લોકો પરેશાન છે. લોકોના કામો થતા નથી. અને અધિકારીઓ ખોટી વાહવાહી લૂંટવાનાં પ્રયાસોમાં વ્યસ્ત છે. જેને લઈ આરોગ્ય ક્ષેત્રે સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. ત્રીજી લહેર બાકી છે ત્યારે સુવિધાઓ વધારવામાં ધ્યાન આપવાને બદલે ભાજપ પોતાના પ્રચારમાં સમયની સાથે પ્રજાના પૈસા વેડફે છે. જે ખરેખર નિંદનીય બાબત છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટની ઓફિસ સામે કોંગ્રેસ દ્વારા આરોગ્ય સેવા નબળી હોવાના અને આરોગ્ય બચાવોના આક્ષેપ સાથે વિરોધનો કાર્યક્રમ યોજાયો આવ્યો હતો, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા પણ જોડાયા હતા. આ તકે સિવિલ સંકુલમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ઓક્સિજનના બાટલા ખંભા પર નાખી ‘હાય રે ભાજપ હાય હાય’ના સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. આથી પોલીસે ઓક્સિજનના બાટલા લઈ લેવા જતાં કાર્યકરો સાથે ઝપાઝપી થઈ હતી. તેમજ પોલીસે વિરોધ કરવા પહોંચેલાં પ્રદેશ મહિલા કોંગ્રેસનાં અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલા સહિતનાની અટકાયત કરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud