• રાજકોટ પોલીસની કામગીરીને મુખ્યમંત્રીએ બિરદાવી હતી.
  • આવી ડ્રિલ નર્સરીઓ રાજ્યનાં અન્ય શહેરોમાં શરૂ કરવાની ટકોર પણ કરી : CM રૂપાણી
  • શહેર પોલીસની આ ડ્રિલ નર્સરીને લઈ ફરી એકવાર રાજકોટનું નામ રાજ્યસ્તરે ચમકી ઉઠ્યું

WatchGujarat શહેરનાં પોલીસ હેડક્વાર્ટર ખાતે રાજ્યની સૌપ્રથમ આધુનિક ડ્રિલ નર્સરી શરૂ કરવામાં આવી છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ડ્રિલ નર્સરીનો પ્રારંભ કરાવ્યો હતો. તેમજ પોલીસ જવાનોની પરેડ નિહાળી હતી. અને રાજકોટ પોલીસની કામગીરીને મુખ્યમંત્રીએ બિરદાવી હતી. સાથે જ આવી ડ્રિલ નર્સરીઓ રાજ્યનાં અન્ય શહેરોમાં શરૂ કરવાની ટકોર પણ કરી છે. ત્યારે શહેર પોલીસની આ ડ્રિલ નર્સરીને લઈ ફરી એકવાર રાજકોટનું નામ રાજ્યસ્તરે ચમકી ઉઠ્યું છે.

આ અંગે વિગતો આપતા પીઆઈ મયુર કોટડીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સૌપ્રથમ આધુનિક ડ્રિલ નર્સરી રાજકોટ પોલીસ દ્વારા બનાવવામાં આવી છે. જેમાં અલગ-અલગ 9 વિભાગો તૈયાર કરવામાં આવ્યા છે. પ્રથમ વિભાગ સોલ્ડર લોક છે જેમાં જવાનો અને તાલીમાર્થીઓને ડ્રિલમાં હાથની મુવમેન્ટ અંગે સમજ આપવામાં આવે છે. ત્યારબાદ સેલ્યુટ કરેક્ટર પણ મહત્વનો ભાગ છે. જેમાં જવાનોને સેલ્યુટ કરતી વખતે કઇ-કઇ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે તેની માહિતી આપવામાં આવે છે.

આ ડ્રિલ નર્સરી ચોક્કસ નિયમોનાં આધારે તૈયાર કરાઈ છે. જેમાં જવાનોને લઈ જવાનો મુખ્ય ઉદ્દેશ તેમને આ તમામ નીતિ-નિયમોથી માહિતગાર કરવાનો છે. અલગ અલગ સાધનોથી જવાનોને નિયમોની માહિતી અપાય છે. જેમાં ડ્રિલ મેન્યુઅલનાં કદમ તાલ, તેજ ચાલ, ધીરી ચાલ, સાવધાન-વિશ્રામ ઉપરાંત પીછેમૂડ કરતી વખતે કઇ-કઇ બાબતોનું ધ્યાન રાખવું તે માટેના સાધનો આ ડ્રિલ નર્સરીમાં મુકાયા છે.

સૌથી મહત્વની વાત એ છે કે ટર્ન આઉટ થવા માટેની સ્પેશિયલ જગ્યા બનાવેલી છે. જેમાં જવાન જાતે જ પોતાનું ટર્ન આઉટ ચેક કરી શકે છે. અને જાણી શકે છે કે, તેમણે પહેરેલો યુનિફોર્મ કેવો લાગે છે, સામે યોગ્ય દેખાય છે કે કેમ ? તેમજ કેપ બરાબર પહેરી છે કે નહીં તે જોવા માટે અલગ-અલગ જગ્યાએ ખાસ અરીસા મુકવામાં આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

રામ જન્મભુમિ પર મંદિર નિર્માણ માટે મુખ્યમંત્રીએ રૂપિયા 5 લાખ નોંધાવ્યા

રાજકોટનાં પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે રામજન્મ ભૂમિ નિર્માણ નિધિ સમર્પણ કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા. જેમાં વિશ્વ પ્રસિદ્ધ કથાકાર ભાઇશ્રી રમેશભાઇ ઓઝા, સહિત વિવિધ હિન્દૂ સંગઠનો જેવા કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત અનેક સંગઠનના આગેવાનો હાજર રહ્યાં હતા. આ તકે મુખ્યમંત્રીએ રામ મંદિરનાં નિર્માણ માટે રૂપિયા 5 લાખ, કથાકાર રમેશભાઇ ઓઝાએ રૂ. 51 લાખ, બાન લેબના મૌલેશ ઉકાણીએ રૂ. 21 લાખ અને મારૂતી કુરિયરનાં રામભાઇ મોકરીયાએ રૂ. 11 લાખનું દાન નોંધાવ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud