રિક્ષાઓ પાછળ બેનરો લગાવી લોકોએ નેતાઓને સવાલ પૂછ્યા
રાજકીય પક્ષો મતદારોને રીઝવવાનાં વિવિધ નુસ્ખાઓ અજમાવી રહ્યા
WatchGujarat રંગીલા રાજકોટમાં ચૂંટણીની મોસમ સોળે કળાએ ખીલી ઉઠી છે. અને રાજકીય પક્ષો મતદારોને રીઝવવાનાં વિવિધ નુસ્ખાઓ અજમાવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસનાં ઉમેદવારોએ મોંઘવારીનાં વિરોધમાં ગેસના બાટલા લઈને વિરોધ નોંધાવવાની સાથે પ્રચાર કર્યો હતો. તો શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીના જ વોર્ડમાં પોસ્ટર વોર જોવા મળી હતી. જેમાં રિક્ષાઓ પાછળ બેનરો લગાવી લોકોએ નેતાઓને સવાલ પૂછ્યા હતા.
રાજકોટનાં વોર્ડ નંબર 7માં આવેલા જાગનાથ પ્લોટ સહિતના વિસ્તારોમાં કોંગ્રેસનાં ઉમેદવાર રણજીત મૂંધવા સાહિતનાઓએ અનોખો પ્રચાર કર્યો હતો. જેમાં કોંગ્રેસનાં આ ઉમેદવારો અને કાર્યકરો ગેસ સિલિન્ડર લઈને પ્રચારમાં નીકળ્યા હતા. આ તકે કેતન જરિયા સહિતના કોંગી આગેવાનો અને મહિલા આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. અને પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલિન્ડરના ભાવ વધારાને લઇને વિરોધ સાથે પ્રચાર કરી કોંગ્રેસને મત આપવાની અપીલ કરી હતી.
બીજીતરફ રાજકોટ શહેરના વોર્ડ નંબર 9 માં પોસ્ટર વોર સામે આવ્યો છે. વોર્ડ નંબર 9 માં લોકોએ રીક્ષા પાછળ નેતાઓને સવાલો કરતા બેનરો લગાવી વિરોધ દર્શાવ્યો હતો. જેમાં 24 કલાક પાણી આપવાના વચન નું થયું શુ ? ટ્રાફિક વ્યવસ્થા સુધારવા બદલે ઘરે ઘરે ઇ-મેમો કેમ પહોંચાડ્યા ? ભૂગર્ભ ગટરની વ્યવસ્થા કરી ચોમાસામાં પાણી નિકાલના વાયદા નું થયું શુ ? સહિત વિવિધ સવાલો આ બેનરોમાં લખવામાં આવ્યા હતા.
રીક્ષા પાછળ લાગેલા બેનરમાં શુ છે લખાણ
24 કલાક પાણી આપવાના વચન નું થયું શુ ?
ટ્રાફિક વ્યવસ્થા સુધારવા બદલે ઘરે ઘરે ઇ-મેમો કેમ પહોંચાડ્યા ?
ભૂગર્ભ ગટરની વ્યવસ્થા કરી ચોમાસામાં પાણી નિકાલના વાયદા નું થયું શુ ?
શિક્ષણ ની ફી વધારા સામે વાલીઓ સાથે ઉભા રહેવાની વાત નું શુ ?
CCTV કેમેરા લગાવી સુરક્ષા ની વાત કરવામાં આવી તેનું શું ?
ઉલ્લેખનીય છે કે, રાજકોટના વોર્ડ નંબર 9 માં ગત ટર્મ દરમિયાન ભાજપના શહેર પ્રમુખ કમલેશ મીરાણી સહિત 4 ઉમેદવારો ચૂંટાઇ કોર્પોરેટર બન્યા હતા. જેની સામે આ વર્ષે માત્ર પુષ્કર પટેલને જ રિપીટ કરવામાં આવ્યા છે. પટેલ ગત ટર્મમાં ચૂંટાને મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેની જવાબદારી નિભાવી ચુક્યા છે.
પુષ્કર પટેલે પોસ્ટર વોર અંગે જણાવ્યું હતું કે , વિરોધી હાર ભાળી ગયા છે. તેમની કોઇ મૂદા નથી માટે આવી નેગેટીવીટી ફેલાવી રહ્યા છે. ગત 5 વર્ષમાં આ વોર્ડમાં કુલ રૂપિયા 264 કરોડના વિકાસ કામો કર્યા છે. જેમાં આધુનિક લાયબ્રેરી, ઓડિટોરિયમ હોલ, મહિલા સંચાલિત સ્વિમિંગ પુલ, સહિતના કામોનો સમાવેશ થાય છે. આ સાથે રાજકોટમાં 134 બાગ બગીચાઓ પૈકી માત્ર વોર્ડ નંબર 9 માં 33 બગીચા બનાવવામાં આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.