મોડીરાત્રે કોંગ્રેસનાં 39 ઉમેદવારોની યાદી જાહેર કરાઇ
હવે બાકીના 11ઉમેદવારને ટેલિફોનિક રીતે જાણકારી અપાશે
WatchGujarat મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસની મુશ્કેલીઓ વધી છે. આંતરિક ડખ્ખા અને ખેંચતાણના લીધે છેલ્લા દિવસ સુધી કોંગ્રેસ બધા ઉમેદવારોની યાદી જાહેર નથી કરી શકી. જેથી હવે કોંગ્રેસ ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવાની રણનીતિ અપનાવી છે. આ દરમિયાન ગત મોડીરાત્રે કોંગ્રેસે વધુ એક યાદી જાહેર કરી હતી. જેમાં રાજકોટનાં વધુ 39 ઉમેદવારોનાં નામ જાહેર કરાયા છે. જો કે હજુ 11 નામ બાકી હોવાથી આ તમામને ટેલિફોનિક જાણકારી આપવામાં આવનાર છે.
રાજકોટ કોંગ્રેસના ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં 39 ઉમેદવારોની યાદી જાહેર થઈ છે. અગાઉ 22 ઉમેદવારોનું લિસ્ટ જાહેર થયું હતું. ત્યારે કુલ 61 ઉમેદવારોના નામ જાહેર થતા હજુ પણ કોંગ્રેસમાં 11 ઉમેદવારોની જાહેરાત બાકી છે. કેટલાક વોર્ડમાં હજી પણ ખેંચતાણ ચાલુ છે. જેને પગલે ઘર્ષણ ટાળવા બાકીના ઉમેદવારોને ટેલિફોનિક જાણકારી આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકાની ચૂટંણી માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે હજુ કોંગ્રેસે પોતાના તમામ ઉમેદવારો જાહેર કર્યા નથી. પ્રદેશ પ્રમુખ દ્વારા ઉમેદવારોને ટેલિફોનિક સૂચના આપી દેવાઈ છે. પરંતુ હજી કોંગ્રેસના ઉમેદવારો પાસે મેન્ડેટ પહોંચ્યા નથી. આજે બપોરે ત્રણ કલાકે ફોર્મ ભરવાનો સમય પૂરો થઈ જશે. ત્યારે ક્યારે પક્ષ ઉમેદવારો જાહેર કરશે અને ક્યારે તેઓ ફોર્મ ભરવા જશે તે મોટો સવાલ છે. સામાન્ય રીતે દરેક ચૂંટણીમાં ઉમેદવાર જાહેર કરવામાં કોંગ્રેસનું કોંકડું ગૂંચવાતું હોય છે. પરંતુ આ વખતે તીવ્ર જૂથબંધીના કારણે હજુ કોંગ્રેસનું મોવડી મંડળ ઉમેદવારોની પૂરેપૂરી યાદી બહાર પાડી શક્યું નથી.