કોર્પોરેશનની ચૂંટણીમાં BJP એ પાનનો ગલ્લો ચલાવનાર વ્યક્તિનાં પત્નીને અને AAP એ પટ્ટાવાળા-સફાઈ કામદાર મહિલાઓને ટીકીટ આપી હતી
કોંગ્રેસે પણ આવનારી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં આ રસ્તો અપનાવ્યો
WatchGujarat તાજેતરમાં યોજાયેલી કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન ભાજપે પાનનો ગલ્લો ચલાવનાર સામાન્ય વ્યક્તિનાં પત્નીને ટીકીટ આપી હતી. તો 'આપ' દ્વારા પટ્ટાવાળા-સફાઈ કામદાર મહિલાઓને ટીકીટ અપાઈ હતી. જેમાં ભાજપનાં ઉમેદવાર જીતી જતા સફળતા પણ મળી હતી. ત્યારે કોંગ્રેસે પણ આવનારી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં આ રસ્તો અપનાવ્યો છે. જેમાં રીક્ષા ચલાવતા સાધારણ વ્યક્તિની પત્નીને ટીકીટ આપવામાં આવી છે. ટીકીટ મેળવનાર મહિલા ધનીબેન અને તેમના પતિ સુરેશભાઈએ પણ આ માટે પાર્ટીનો આભાર માન્યો હતો. જો કે કોંગ્રેસનો આ દાવ કેટલો સફળ થશે તે તો આવનારો સમય જ બતાવશે.
આગામી ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા 16-કુવાડવા તાલુકા પંચાયતનાં ઉમેદવાર તરીકે ધનીબેન સુરેશ બાહુકીયાને ટીકીટ આપવામાં આવી છે. કોળી સમાજનાં ધનીબેન માત્ર 4 ધોરણ પાસ છે. અને તેમના પતિ રીક્ષા ચલાવી ઘરનું ગુજરાન ચલાવે છે. ધનીબેને ટીકીટ મળવા અંગે ખુશી વ્યક્ત કરી હતી. અને જણાવ્યું હતું કે, આ માટે હું કોંગ્રેસની સાથે-સાથે મારા સમાજની પણ આભારી છું. તેમના પ્રયાસથી જ મને આ તક મળી છે. ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે સમાજ અને ગામ લોકોની રોડ-રસ્તા અને પાણી સહિતની સમસ્યા દૂર કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.
ધનીબેનનાં પતિ સુરેશભાઈ કહે છે કે, 44 વર્ષમાં પ્રથમ વખત અમારા ગામમાં કોળી સમાજનાં ઉમેદવારને આ મોકો મળ્યો છે. જેને લઈને ખૂબ ખુશી હોવા છતાં પણ આર્થિક સગવડ નહીં હોવાને કારણે મારી રિક્ષામાં અમે બંનેએ ચૂંટણીનો પ્રચાર કર્યો છે. અને તેમાં લોકોનો પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યાર સુધી પ્રચાર દરમિયાન તાલુકામાં રોડ-રસ્તા-પાણીની મુશ્કેલીઓ હોવાની વિગતો સામે આવી છે. અને ચૂંટણી જીત્યા બાદ આ તમામ મુશ્કેલીઓ દૂર કરવા બનતા પ્રયાસો મારી પત્ની દ્વારા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, કુવાડવામાં અંદાજે 20 હજારથી વધુની વસ્તી છે. જેમાં મોટા ભાગના કોળી મતદારો છે. ત્યારે એક કોળી પરિવારની સાધારણ મહિલાને ટીકીટ આપવામાં આવતા કોંગ્રેસને મોટો લાભ થવાની આશા છે. તો મહિલા ઉમેદવાર ધનીબેન તેમજ તેમના પતિને પણ જીત મળવાનો સંપૂર્ણ વિશ્વાસ છે. એટલું જ નહીં આ માટે દંપતિ મત વિસ્તારમાં ઘેર-ઘેર ફરીને મહેનત પણ કરી રહ્યા છે. ત્યારે તેમની મહેનત અને કોંગ્રેસની આશાને કેટલી સફળતા મળે છે તે જોવું રહ્યું.