• મેયર પ્રદીપ ડવ આમ્રપાલી અંડરબ્રીજનું કામ કોર્પોરેશન નહીં પરંતુ રેલવે
  • ગત 26 જાન્યુઆરીએ CM રૂપાણીએ આમ્રપાલી બ્રીજનું લોકાર્પણ કર્યું હતું – અશોક ડાંગર
Rajkot Amrapali Under Bridge
Rajkot Amrapali Under Bridge

WatchGujarat. શહેરનો વિકાસ કરવા માટે છેલ્લા કેટલાક સમયમાં અંડરબ્રીજો અને ઓવરબ્રીજો બનાવવામાં આવ્યા છે. પરંતુ ભાજપનાં શાસનકાળમાં બનેલા આ બ્રીજ પૈકી રેલનગર – આમ્રપાલી અંડરબ્રીજમાં મોટી ગેરરીતિ થયાનો આક્ષેપ કોંગ્રેસનાં પૂર્વ શહેર પ્રમુખ અને પૂર્વ મેયર અશોક ડાંગરે કર્યો છે. થોડા મહિનામાં આ બંને બ્રીજની હાલત ખરાબ થઈ હોવાનું સાથે તેમાં પાણી ભરાવાથી લોકોને હાલાકી પડતી હોવાનું કહેતા તેમણે જણાવ્યું હતું કે, ભાજપનું સૂત્ર છે ભય વગર ભ્રષ્ટાચાર કરી પોતાના પેટની ભૂખ ભાંગવી !

Ashok Dangar Allegation on BJP
Ashok Dangar Allegation on BJP

અશોક ડાંગરે કહ્યું હતું કે, ગત 26 જાન્યુઆરીએ CM રૂપાણીએ આમ્રપાલી બ્રીજનું લોકાર્પણ કર્યું હતું. અને ત્યારથી એક વાત સાબિત થઈ કે અણઘડ આવૃત્તિનો આ બ્રીજ નમૂનો છે. ભાજપનાં નેતાઓ સસ્તી પ્રસિદ્ધિ માટે થઈ ગમેતેમ કામ પૂરું કરી લોકાર્પણ કરે છે. આ બ્રીજમાં માત્ર 6 મહિનામાં ગાબડાઓ પડી ગયા છે. અને ચારે તરફથી પાણી પડે છે. આ સ્પષ્ટ નજરે જોઈ શકાય તેવી બાબત હોવાથી કોઈ પુરાવો આપવાની પણ જરૂર નથી. ભ્રષ્ટાચારનો પુરાવો આપતો આ બ્રીજ બન્યો છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ કોર્પોરેશનનો આ ત્રીજો અંડરબ્રીજ છે. જેમાં 20 વર્ષ પૂર્વે કોંગ્રેસનાં શાસનમાં બનેલો મહિલા કોલેજનો અંડરબ્રીજ આજે પણ અડીખમ છે. અને 24 ઇંચ વરસાદમાં પણ તેમાં પાણી ભરાતા નથી. જ્યારે ભાજપનાં રાજમાં બનેલો રેલનગર અને આમ્રપાલી અંડરબ્રીજ થોડા મહિનામાં જ ખખડધજ થઈ ચૂક્યા છે. રેલનગર બ્રીજમાં માત્ર અડધો ઇંચ વરસાદ પડે તો બાળકો ન્હાવા પડી શકે તેટલું પાણી ભરાય છે. આ બંનેની તુલના કરતા જ સાચા અને સારા વાહીવટનો સ્પષ્ટ ખ્યાલ આવી શકે તેમ છે. ત્યારે ભાજપનું સૂત્ર છે ભય વગર ભ્રષ્ટાચાર કરી પેટની ભૂખ ભાંગવી, તે આ બંને બ્રીજમાં સાબિત થાય છે.

Rajkot Mayor
Rajkot Mayor Pradip Dav

જો કે સમગ્ર મામલે મેયર પ્રદીપ ડવ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આમ્રપાલી અંડરબ્રીજનું કામ કોર્પોરેશન નહીં પરંતુ રેલવે વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. અને આગામી થોડા વર્ષો માટે તેના મેન્ટેનન્સની જવાબદારી પણ આ બ્રીજ બનાવનાર કંપનીની છે. જેને લઈ બ્રીજમાં પાણી ભરાવા મુદ્દે રેલવે તંત્રને રજુઆત કરવામાં આવી છે. અને આ ફરિયાદનું તાત્કાલિક નિરાકરણ આવે તેમ ફરીથી આવા પ્રશ્નો ન ઉદ્ભભવે તે માટે જરૂરી કામગીરી કરવા જણાવાયું છે. દીવાલમાં ક્યાંક જગ્યા રહી હોય તેને કારણે પાણી પડતું હોવાની શક્યતા છે. ત્યારે આ પ્રશ્નનું ત્વરિત નિરાકરણ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud