• 15 ફેબ્રુઆરીના રોજ કમ વિજય રૂપની કોરોના પોઝિટિવ થયા હતા
  • અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં 6 દિવસની સારવાર લીધાબાદ CM એ કોરોનાને માત આપી

WatchGujarat મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર દરમિયાન વડોદરામાં તા. 14 ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સ્ટેજ ઉપર જ તબિયત લથડી હતી. જેના પગલે સારવાર અર્થે અમદાવાદની યુ એન મેહતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 15 ફેબ્રુઆરીના રોજ કોરોનાગ્રસ્ત થયા બાદ મુખ્યમંત્રી રૂપાણી આજે એટલે કે 6 દિવસ બાદ કોરોનામુક્ત થઈ ગયા છે. કોરોનાને હરાવ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે રવિવારે 21 ફેબ્રુઆરી-2021ના રાજ્યમાં મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણીના મતદાન અન્વયે પોતાના મતદાન માટે બપોરે 5 વાગ્યે રાજકોટ આવી પહોંચ્યા હતા. અને પોતાના મતાધિકાર નો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું.

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ મહાનગર પાલિકા સામાન્ય ચૂંટણી મતદાન સંદર્ભમાં રાજકોટ મહાનગર ખાતે પોતાના મતાધિકાર નો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું. મુખ્યમંત્રી કોરોના ની સારવાર માટે એક સપ્તાહ થી અમદાવાદ ની યુ એન મહેતા હોસ્પિટલ માં દાખલ હતા.

જ્યાં આજે તેમનો RTPCR કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવતાબપોર બાદ રાજકોટ એરએમબ્યુલન્સ મારફતે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ રાજ્ય ચૂંટણી આયોગ ની ગાઈડ લાઇન્સ અને માર્ગદર્શિકા ના પાલન સાથે આજે સાંજે મતદાન ના છેલ્લા એક કલાક દરમ્યાન રાજકોટ ખાતે પોતાનો મત આપ્યો હતો અને નાગરિક ધર્મનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું.

કોરોના ગાઇડલાઇનના પાલન સાથે વોટિંગ કર્યું

આજે કરવામાં આવેલો તેમનો કોરોના ટેસ્ટ RT-PCR રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મુખ્યમંત્રી રાજ્ય ચૂંટણી આયોગે બહાર પાડેલી કોવિડ-19 પોઝિટીવ-શંકાસ્પદ-કવોરેન્ટીન દર્દીઓ-મતદારો માટેની મતદાન માર્ગદર્શિકાનું તકેદારીરૂપે ચુસ્તપણે પાલન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.

આ ઉપરાંત મુખ્યમંત્રી મતદાનના છેલ્લા કલાક એટલે કે 5 થી 6 વાગ્યા દરમ્યાન સાંજે 5.15 કલાકે મતદાન માટે પહોંચ્યા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud