સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાનાં કેસોમાં વધારો થઈ રહ્યો છે.
યુવક વિદેશમાં જાવા ઇચ્છતા લોકોને જ પોતાના ટાર્ગેટ બનાવતો હોવાનો ઘટસ્ફોટ
WatchGujarat સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ એક તરફ કોરોનાનાં કેસોમાં વધારો થઈ રહ્યો છે. તો બીજીતરફ આ મહામારી મુદ્દે પણ ભ્રષ્ટાચાર ચાલતો હોવાનું સામે આવ્યું છે. જેમાં માત્ર રૂ. 1500માં કોરોના નેગેટિવનું સર્ટીફીકેટ વેંચાતું હોવાનું જાણવા મળતા આરોગ્યનાં અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા. અને આ અંગેનો વિડીયો સામે આવતા જ પોલીસ ફરિયાદ નોંધવાઈ છે. જેને આધારે પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતો તેમજ હોમ કલેક્શન સેન્ટર ચલાવતો પરાગ જોશી કોઈપણ પ્રકારના સેમ્પલ લીધા વિના કોરોનાનો નેગેટિવ રિપોર્ટ કઢાવી આપતો હતો. પરાગ વિદેશમાં જાવા ઇચ્છતા લોકોને જ પોતાના ટાર્ગેટ બનાવતો હતો.
https://youtu.be/D0iNkhd_X0I
પરાગ જોશીના આ સમગ્ર કૌભાંડનો વિડીયો સામે આવ્યો છે. જેમાં પરાગ જોશી માત્ર રૂ. 1500માં ગણતરીના કલાકોમાં કોરોનાનો નેગેટિવ રિપોર્ટ કાઢી આપવાની ખાતરી આપતો નજરે પડે છે. તેમજ પોતે આવા અનેક કામ કર્યા હોવાનો સ્વીકાર પરાગ જોશી વિડીયોમાં કરી રહ્યો છે.
પરાગ પાસે હતો ભટ્ટ લેબોરેટરીનાં સહી સિક્કાવાળો કોરોના રિપોર્ટ
પરાગ જોશી કોરોના રિપોર્ટનાં દલાલ જેવું કામ કરે છે. અને તેણે સેમ્પલ લીધા વગર જ અનેક લોકોના કોરોના નેગેટિવ રિપોર્ટ આપી દીધા હતા. આ માટે પરાગ તગડી રકમ પણ વસુલતો હતો. શહેરની ભટ્ટ લેબોરેટરીનાં સહી સિક્કાવાળો કોરોના રિપોર્ટ પણ તેની પાસેથી જ મળી આવ્યો હતો. જો કે આ કૌભાંડમાં પરાગ મામુલી પ્યાદુ હોવાનો અને અનેક મોટા માથાઓની સંડોવણી હોવાનું પણ નકારી શકાય તેમ નથી.
હાલ તો નાયબ આરોગ્ય અધિકારી મનીષ ચુનારાએ આ મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ડો. ચુનારાએ ફરિયાદ સાથે દલાલ પરાગ જોષીનો મોબાઇલ નંબર અને તેણે આપેલો ભટ્ટ લેબોરેટરીનો નકલી રિપોર્ટ પણ કબ્જે કર્યો છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાનાં કેસોમાં વધારો થઈ રહ્યો છે.
યુવક વિદેશમાં જાવા ઇચ્છતા લોકોને જ પોતાના ટાર્ગેટ બનાવતો હોવાનો ઘટસ્ફોટ
WatchGujaratસ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ એક તરફ કોરોનાનાં કેસોમાં વધારો થઈ રહ્યો છે. તો બીજીતરફ આ મહામારી મુદ્દે પણ ભ્રષ્ટાચાર ચાલતો હોવાનું સામે આવ્યું છે. જેમાં માત્ર રૂ. 1500માં કોરોના નેગેટિવનું સર્ટીફીકેટ વેંચાતું હોવાનું જાણવા મળતા આરોગ્યનાં અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા. અને આ અંગેનો વિડીયો સામે આવતા જ પોલીસ ફરિયાદ નોંધવાઈ છે. જેને આધારે પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.