36 જિલ્લા પંચાયતની, 11 તાલુકા પં. ની 197 અને ગોંડલ નગરપાલિકાની 39 બેઠક પરના કુલ 586 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ
આવતીકાલે યોજાનાર મત ગણતરી ખાસ સેન્ટ્રલાઈઝડ સિસ્ટમથી કરવામાં આવનાર છે.
WatchGujarat રવિવારે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ અંતર્ગત રાજકોટ જિલ્લા પંચાયત અને 11 તાલુકા પંચાયત તેમજ ગોંડલ નગરપાલિકાનું મતદાન યોજાયું હતું. જેમાં જિલ્લા પંચાયતની 36, 11 તાલુકા પં. ની 197 અને ગોંડલ નગરપાલિકાની 39 બેઠક પર કુલ 586 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થઈ ચૂક્યું છે. આવતીકલે શહેરનાં જુદા-જુદા 10 સ્થળોએ તમામ ચૂંટણીની મત ગણતરી કરવામાં આવનાર છે. જેને લઈ હાલ EVM સીલ કરી સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવામાં આવ્યા છે. અને સ્ટ્રોંગ રૂમ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
આવતીકાલે યોજાનાર મત ગણતરી ખાસ સેન્ટ્રલાઈઝડ સિસ્ટમથી કરવામાં આવનાર છે. આ માટે તાલુકા દીઠ એક જ મત ગણતરી કેન્દ્ર રાખવામાં આવ્યું છે. જેમાં જામકંડોરણા-ધોરાજી તાલુકા પંચાયતની મતગણતરી એક જ કેન્દ્રમાં ધોરાજી ખાતે ગોઠવવામાં આવી છે. તો રાજકોટ, લોધીકા, કોટડાસાંગાણી, પડધરી, ગોંડલ, જેતપુર, ઉપલેટા, જસદણ અને વિંછીયા ખાતે ખાસ અલગ-અલગ મતગણતરી કેન્દ્રની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
આ ઉપરાંત રાજકોટની વિરાણી હાઇસ્કૂલમાં 10-10 ટેબલો ગોઠવાયા છે. જેમાં સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે. બાદમાં 186 જેટલા ટેબલ પર રાઉન્ડ વાઇઝ મત ગણતરી કરવામાં આવનાર છે. પડધરીમાં એકસાથે ત્રણ તાલુકાની ગણતરી કરવામાં આવશે. મત ગણતરી માટે કુલ 3 હજારનો સ્ટાફ પણ રોકવામાં આવ્યો છે. આવતીકાલે સવારે 9 વાગ્યાથી મત ગણતરી શરૂ થયા બાદ 800થી વધુ ઉમેદવારોનાં ભાવિનો ફેંસલો થનાર હોવાથી હાલ તમામ રાજકીય પક્ષોના આગેવાનો અને કાર્યકરોમાં ભારે ઉત્તેજનાનો માહોલ છવાયો છે. નોંધનીય છે કે મત ગણતરી સમયે પણ કોરોનાનાં નિયમો જેવા કે માસ્ક, સેનેટાઈઝીંગ અને સોશિયલ ડિસ્ટન્સનું ખાસ પાલન કરવામાં આવશે.