• રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છને ફાળવવામાં આવતો રસીનો જથ્થો બમણો કરી દેવામાં આવ્યો
  • કોવેક્સીનનો જથ્થો માત્ર સિમીત આપવામાં આવ્યો
  • રાજકોટ ગ્રામ્યમાં સામાન્ય રીતે 8 હજારનું રસીકરણ થતુ હતુ. જો કે છેલ્લા 2 દિવસથી 11 હજારની આસપાસ વેકસીનેશન થાય છે

WatchGujarat. કોરોનાની ત્રીજી લહેરનાં ખતરા વચ્ચે રાજ્ય સરકાર દ્વારા વેકસીનેશન ઝડપી બનાવવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છને ફાળવવામાં આવતો રસીનો જથ્થો બમણો કરી દેવામાં આવ્યો છે. ચાર દિવસ પહેલા સૌરાષ્ટ્રનાં 11 કેન્દ્રો માટે આશરે એક લાખ ડોઝ રાજય સ્તરેથી મોકલાયા હતા. તે ડોઝની સંખ્યા આજે 1.85 લાખ સુધી પહોંચી ગઈ છે. સાથે જ સગર્ભાનું વેકસીનેશન પણ શરૂ કરવામાં આવ્યું છે.

રાજકોટમાંથી સવારે સૌરાષ્ટ્રનાં જુદા જુદા જિલ્લામાં વેકસીનનાં ડોઝ રવાના કરવામાં આવ્યા હતા. જેમાં ગ્રામ્યને 15 હજાર, રાજકોટ શહેરને એક દિવસ માટે  12 હજાર, દેવભૂમી દ્રારકાને 20 હજાર, જામનગર ગ્રામ્યને 20 હજાર અને શહેરને 12 હજાર, જૂનાગઢ ગ્રામ્યને 16હજાર અને શહેરને 6હજાર, ગીરસોમનાથ માટે 15 હજાર, પોરબંદરને 10 હજાર, તો કચ્છ 36 હજાર અને મોરબી માટે 18 કોવિશિલ્ડનાં ડોઝ રવાના કરવામાં આવ્યા હતા. જો કે કોવેકસીનનાં માત્ર 2,000 ડોઝ જ મળ્યા હતા.

રાજકોટ શહેરને એકદિવસ માટે 12 હજારનો જથ્થો અપાયો છે. બાકીનાં સેન્ટર માટે 2દિવસનો ડોઝ રવાનાં કરવામાં આવ્યો છે. બુધવારે રસીકરણ મમતા દિવસને કારણે બંધ રાખવામાં આવ્યુ હતુ. અને આજથી કેન્દ્રો  વધારવામાં આવ્યા છે. જેમાં સર્ગભા મહિલાઓ માટે શહેરમાં ખાસ રસીકરણ માટે કેન્દ્રો પણ ઉભા કરવામાં આવ્યા છે. તો જેતપુરમાં કડવા પાટીદાર સમાજ ખાતે ખાસ કેન્દ્ર ઉભુ કરાયુ છે. રાજકોટ ગ્રામ્યમાં સામાન્ય રીતે 8 હજારનું રસીકરણ થતુ હતુ. જો કે છેલ્લા 2 દિવસથી 11 હજારની આસપાસ વેકસીનેશન થાય છે. રસીનાં ડોઝ વધુ મળી રહયા હોય રસીકરણ ઝુંબેશ ધીરે ધીરે વેગ પકડી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud