માવજીભાઈનો મૃતદેહ તેમના મકાનની ઓસરીમાં જ ખાટલામાં દોરીથી હાથ-પગ બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો
વૃધ્ધ સાથે અગાઉ પણ એક મહિલા રહેતી હોય જેથી તેની પુછપરછ કરતા મૃતક વૃધ્ધને અન્ય કોઈ મહિલાએ હનીટ્રેપમાં ફસાવ્યાની શંકા ઉપજી
મરણજનાર વૃદ્ધ પૈસા પાત્ર અને તેમની પાસે સોના- ચાંદીના દાગીના હોવાનું જાણવા મળતા લૂંટનો પ્લાન ઘડ્યો
દેવપુરા ગામની સીમમાં વાડીએ રહેતા વૃદ્ધની ખાટલા સાથે હાથ-પગ બાંધી હત્યાનાં બનાવનો ભેદ જિલ્લા LCBએ ઉકેલી નાખ્યો
WatchGujarat. જસદણના દેવપુરા ગામની સીમમાં વાડીએ રહેતા વૃદ્ધની ખાટલા સાથે હાથ-પગ બાંધી હત્યાનાં બનાવનો ભેદ જિલ્લા LCBએ ઉકેલી નાખ્યો છે. અને જિલ્લા એલસીબીની ટીમે 2 મહિલા સહિત 7 શખ્સોને ઝડપી લઈ રૂ. 7.17 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં માસ્ટરમાઈન્ડ બે મહિલાઓએ વૃધ્ધને હનીટ્રેપમાં ફસાવ્યા હતા. બાદમાં ઝુનઝુનુ ગેંગ સાથે મળી હત્યા કરાયાનો ઘટસ્ફોટ થયો છે. હાલ આ ગેંગ દ્વારા અન્ય કોઈ વ્યક્તિને પણ લૂંટી લેવાયા છે કે કેમ તે અંગે આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
જિલ્લા પોલીસ વડા બલરામ મીનાએ આ અંગે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, જસદણના દેેવપરા ગામની સીમમાં વાડીએ એકલા રહેતા માવજીભાઈ જેરામભાઈ વાસાણી (ઉ.વ.65)ની ગત તા.30ના રાત્રિના હત્યા થઈ હતી. બીજા દિવસે માવજીભાઈનો મૃતદેહ તેમના મકાનની ઓસરીમાં જ ખાટલામાં દોરીથી હાથ-પગ બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો અને મકાનમાંથી સામાન પણ વેર-વિખેર હાલતમાં પડયો હતો. બનાવની જાણ થતા પરિજનો અને પોલીસ કાફલો દોડી ગયો હતો. પોલીસે હત્યાના બનાવમાં સ્ત્રી પાત્ર અથવા લૂંટના ઈરાદે હત્યા થયાની શંકા વ્યકત કરી બંને દિશામાં તપાસ હાથ ધરી હતી.
સમગ્ર મામલે શકમંદોને ઉઠાવી લઈ આકરી પૂછપરછ હાથ ધરી હતી. દરમિયાન હત્યાનો ભોગ બનનાર વૃધ્ધ સાથે અગાઉ પણ એક મહિલા રહેતી હોય જેથી તેની પુછપરછ કરતા મૃતક વૃધ્ધને અન્ય કોઈ મહિલાએ હનીટ્રેપમાં ફસાવ્યાની શંકા ઉપજી હતી. જેથી અલગ અલગ ટીમો બનાવી ભાવનગર, કચ્છ અને મહેસાણા જિલ્લામાં તપાસ હાથ ધરી હતી. દરમિયાન રાજકોટમાં પુનીતનગર પાણી ટાકા પાસેથી અમુક ઈસમોને ઝડપી લઈ પુછપરછ કરતા સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. હાલ પોલીસે આરોપી હિતેશ ધીરજ ડોડિયા તેની પત્ની રાજલ ઉર્ફે રાજી હિતેશ ડોડિયા, પુજા ઉર્ફે પુજલી પ્રભુભાઈ સોલંકી, આનંદસિંગ સાયરકુમાર કોટવાલ, વિકાસ મદદનલાલ સ્વામી, નિતેશ મહેશ જાંગીડ અને સંદિપ જગદીપ પ્રસનિયાને ઝડપી લીધા છે.
આરોપીઓ પાસેથી સોનાની ધાતુના દાગીના રૂપિયા 92,000 ચાંદીનાં દાગીના રૂા.2,35,260 રોકડ રૂપિયા 1,67000, મોબાઈલ ફોન નંગ - 8, એક રાઉટર, ઓટોરીક્ષા, સ્કૂટર અને ગુનાના કામે લીધેલ હથિયાર મળી કુલ રૂા.7,17,930નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પુછપરછમાં આરોપી પુજા ઉર્ફે પુજલી અને રાજલ ઉર્ફે રાજી માસ્ટર માઈન્ડ હોવાનું ખુલ્યુ છે. આ બંનેએ જ મરણજનાર વૃદ્ધ પૈસા પાત્ર અને તેમની પાસે સોના- ચાંદીના દાગીના હોવાનું જાણવા મળતા લૂંટનો પ્લાન ઘડ્યો હતો.
આ પ્લાન મુજબ રાજલ ઉર્ફે રાજીએ વૃધ્ધ પાસે મલમ લેવાના બહાને અવારનવાર જઈ વૃધ્ધની શરીર સુખનું પ્રલોભન આપી ફસાવવાની કોશિષ કરી હતી. બાદમાં રાજલે અંજાર રહેતા તેના પતિ સાથે મળી રાજસ્થાની ગેંગને બોલાવી બનાવના દીવસે રાત્રે વાડીમાં ધાડ પાડી વૃધ્ધની હત્યા નિપજાવીને લૂંટને અંજામ આપ્યો હતો. આ ગેંગ દ્વારા આ જ રીતે અન્ય કેટલાક લોકોને પણ શિકાર બનાવ્યાની શંકા સેવાઈ રહી છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અને એકલવાયુ જીવન જીવતા વૃધ્ધ કે જેઓ આ લુટારુ ગેંગનો ભોગ બન્યા હોય તેઓને ડર વિના પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવવા માટે જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ અપીલ કરી છે.
આરોપીઓનો ગુનાહીત ઈતિહાસ
હનીટ્રેપમાં ફસાવી લૂંટ વિથ મર્ડરના ગુનામાં પકડાયેલા આરોપી પૈકી આરોપી હિતેશ ડોડિયા વિરુદ્ધ અંજાર, અને રાજકોટ ગાંધીગ્રામ પોલીસમા મારામારી, ધમકી સહિતના ગુના નોંધાયા છે. જ્યારે તેની પત્ની રાજલ વિરુધ્ધ ગાંધીધામ અને અંજારમાં મહામારી, ધમકીના ગુના નોંધાયેલા છે. જ્યારે મુખ્ય સુત્રધાર મહિલા પુજા ઉર્ફે પુજલી પણ હનીટ્રેપમાં સંડોવાઈ ચુકેલી હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત રાજસ્થાનની ઝુનઝુનુ ગેંગ વિરુધ્ધ વાહનચોરી, મારામારી અને એટ્રોસીટીના પણ અનેક ગુનાઓ નોંધાઈ ચુક્યા છે.