• મધ્યસ્થ જેલના મહિલા વિભાગમાં સગર્ભા કેદીઓ અને બાળકો સહિત 80 થી 90 જેટલા મહિલા કેદીઓ છે.
  • જેલની સતર્કતાને કારણે એકપણ કોરોનાનો કેસ સામે આવ્યો નથી.
  • અત્યાર સુધી 106 આરટીસીપીસીઆર અને 317 એન્ટિજન ટેસ્ટ મળીને કુલ 423 ટેસ્ટ કરવામાં આવ્યા તે તમામ નેગેટિવ

WatchGujarat કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. તેમજ છેલ્લા એક વર્ષમાં કોરોનાએ કાળો કેર વર્તવ્યો છે. અને પોઝીટીવ કેસની સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યું છે. જો કે આમ છતાં પણ રાજકોટ મધ્યસ્થ જેલનો મહિલા વિભાગ આજે પણ કોરોનામુક્ત બનીને ગુજરાતની સૌથી સુરક્ષિત જેલ બની છે. મધ્યસ્થ જેલના મહિલા વિભાગમાં સગર્ભા કેદીઓ અને બાળકો સહિત 80 થી 90 જેટલા મહિલા કેદીઓ છે. પરંતુ જેલની સતર્કતાને કારણે એકપણ કોરોનાનો કેસ સામે આવ્યો નથી.

રાજકોટ મધ્યસ્થ જેલના મહિલા વિભાગમાં ગતવર્ષ- 2020 દરમિયાન 106 આરટીસીપીસીઆર અને 317 એન્ટિજન ટેસ્ટ મળીને કુલ 423 ટેસ્ટ કરવામાં આવ્યા છે. પણ તેમાં એકપણ પોઝિટિવ કેસ આવ્યો નથી. આ માટે જેલના સ્ટાફની સતર્કતાની સાથે મહિલા કેદીઓ દ્વારા કરવામાં આવતું નિયમોનું પાલન અને સ્વચ્છતા મુખ્યત્વે કારણભૂત છે.

આ ઉપરાંત અહીંના કેદીઓને સ્ટાફ દ્વારા વિટામિનની ગોળીઓ પણ આપવામાં આવે છે. સાથે જ ઇમ્યુનિટી વધારતી જરૂરી દવાઓ અપાતી હોવાથી આજદિન સુધી એકપણ પોઝીટીવ કેસ અહીં નોંધાયો નથી.

જાણો જેલનો સ્ટાફ કેવી રીતે રાખે છે કાળજી

જેલ અધિક્ષક બન્નો જોશીનાં જણાવ્યા મુજબ મહિલા બેરેકમાં સગર્ભા મહિલાઓ પણ હોવાથી ખાસ તકેદારી રાખવામાં આવે છે. મહિલા બેરેકમાં માસ્ક,હેન્ડ વોશ લિકવીડ અને સોશિયલ ડિસટન્સ રાખીને એસઓપીનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. એટલું જ નહીં જો કોઇ મહિલા બહારથી આવે તો તેમનો પહેલા રિપોર્ટ કરવામાં આવે છે. અને 14 દિવસ ક્વોરન્ટાઇન કર્યા બાદ તેનો ટેસ્ટ કરીને જ પ્રવેશ આપવામાં આવે છે.

નિયમીત હેલ્થ ચેક અપ..

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હોસ્પિટલ સ્ટાફ દ્રારા અહીંના મહિલા કેદીઓનું નિયમીત મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે. ઉપરાંત વિટામન સહિતની ગોળીઓ આપવાની સાથે જો કોઇ કેદીઓને લક્ષણ જણાય તો તુરંત જ તેને સારવાર આપવામાં આવે છે. સમયાંતરે જેલની સફાઈ અને સેનેટાઈઝેશન સહિતની જરૂરી કામગીરી પણ સમયાંતરે કરવામાં આવે છે. અને સંક્રમણ ફેલાય નહીં તે માટે સતત પ્રયાસો કરવામાં આવતા હોવાથી આજસુધી કોરોના અહીં પ્રવેશી શક્યો નથી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud