• વેકસીનને લઈ અનેક ગેરમાન્યતાઓ અને અંધશ્રદ્ધાને કારણે રસીકરણ ધીમું ચાલી રહ્યું છે
  • રાજકોટના હાથીખાના ચોક પાસે આવેલી નવયુગ સ્કૂલમાં યોજાયેલા આ કેમ્પમાં પ્રથમ કિન્નરોને જરૂરી માર્ગદર્શન અપાયું
  • લોકોને અફવા કે અંધશ્રદ્ધામાં આવ્યા વિના રસી લઈ કોરોનાને હરાવવા અપીલ કિન્નરોએ કરી

Watchgujarat. કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે. ત્યારે કલેક્ટર તેમજ મ્યુ. કમિશ્નર દ્વારા વેકસીનેશન વધારવા માટેનાં વિવિધ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. ત્યારે મનપા આરોગ્ય વિભાગ દ્વારા આજે કિન્નરો માટે વેકસીનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાતમાં પ્રથમ વખત 35થી વધુ કિન્નરોએ કોરોનાની રસી લીધી હતી. અને લોકોને કોઈપણ અંધશ્રદ્ધામાં આવ્યા વિના રસી લેવાની અપીલ કરી છે. ટૂંક સમયમાં આરોગ્ય વિભાગ દ્વારા આગામી દિવસોમાં દિવ્યાંગો માટે પણ રસીકરણ કેમ્પ યોજાનાર છે. સાથે જે સોસાયટીમાં 50 કરતા વધુ વ્યક્તિઓ વેકસીન લેવા માંગતા હોય ત્યાં આરોગ્ય વિભાગની ટીમ જવા માટે તૈયાર હોવાનું મનપા દ્વારા જાહેર કરાયું છે.

જાણવા મળતી વિગત મુજબ, વેકસીનને લઈ અનેક ગેરમાન્યતાઓ અને અંધશ્રદ્ધાને કારણે રસીકરણ ધીમું ચાલી રહ્યું છે. આ પ્રક્રિયાને વેગ આપવા કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ પ્રયાસો કરાઈ રહ્યા છે. જે અંતર્ગત આજે ગુજરાતમાં સૌપ્રથમ કિન્નરો માટેનાં વેકસીનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. આરોગ્ય વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા હાથીખાના ચોક પાસે આવેલી નવયુગ સ્કૂલમાં યોજાયેલા આ કેમ્પમાં પ્રથમ કિન્નરોને જરૂરી માર્ગદર્શન અપાયું હતું. ત્યારબાદ 35થી વધુ કિન્નરોએ રસીકરણ કરાવ્યું હતું. સાથે જ લોકોને પણ અફવા કે અંધશ્રદ્ધામાં આવ્યા વિના રસી લઈ કોરોનાને હરાવવા અપીલ પણ કિન્નરોએ કરી છે.

મનપા આરોગ્ય અધિકારીનાં જણાવ્યા મુજબ, ટૂંક સમયમાં સમાજ સુરક્ષા વિભાગ સાથે મળી દિવ્યાંગો માટે પણ વેકસીનેશન કેમ્પ યોજવામાં આવનાર છે. જેથી દિવ્યાંગોને પણ કોરોનાથી સુરક્ષિત કરી શકાય. હાલ સુપર સ્પ્રેડર ગણાતા ફેરિયાઓને રસી અંગેની સમજ આપીને તેમનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે. સાથે-સાથે કોઇપણ સોસાયટી કે રહેણાંક વિસ્તારમાં 50 કરતા વધુ લોકો વેકસીન લેવા ઇચ્છતા હોય તો ત્યાં આરોગ્ય વિભાગની ટીમો મોકલવામાં આવનાર હોવાનું પણ તેમણે કહ્યું હતું. જો કે આ માટે પ્રથમ વેકસીનનાં લાભાર્થીઓનાં નામ મોકલવાના રહેશે. અને ત્યારબાદ જરૂરી તપાસ કરી આરોગ્ય વિભાગની ટીમ ત્યાં જઈ લોકોનું વેકસીનેશન કરશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud