• વાહન પાર્કિંગ બાબતે થયેલી સામાન્ય બોલાચાલીમાં ચોકીદારે ભરેલા પગલાંને કારણે વાહન ચાલક લોહીલુહાણ થયો
  • ધોળે દિવસે બનેલા આ બનાવમાં સ્થાનિકો વિડીયો ઉતારવામાં જ મશગુલ રહ્યા
  • 108 મારફતે વાહન ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો

WatchGujarat શહેરનાં યાજ્ઞિક રોડ પર દિવ્યાંગ ચોકીદારે નજીવી બાબતે વાહન ચાલકને કાતરનાં ઘા ઝીંક્યાનું સામે આવ્યું છે. વાહન પાર્કિંગ બાબતે થયેલી સામાન્ય બોલાચાલીમાં ચોકીદારે ભરેલા પગલાંને કારણે વાહન ચાલક લોહીલુહાણ થઈ ગયો હતો. જો કે ધોળે દિવસે બનેલા આ બનાવમાં સ્થાનિકો વિડીયો ઉતારવામાં જ મશગુલ રહ્યા હતા. અને કોઈ છોડાવવા વચ્ચે આવ્યું નહોતું.

પરંતુ બાદમાં 108 મારફતે વાહન ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ યાજ્ઞિક રોડ પર આવેલ હીરાપન્ના કોમ્પ્લેક્ષનાં ચોકીદાર દ્વારા વાહન ચાલક પર હુમલો કરાયો હતો. જેમાં વાહન પાર્ક કરવા જેવી નજીવી બાબતે વાહન ચાલક મિતલ રાચ્છ સાથે ચોકીદારને બોલાચાલી થઈ હતી. દરમિયાન રોષે ભરાઈ ચોકીદાર હાથમાં પાઇપ લઇને વાહન ચાલકને મારવા દોડ્યો હતો. એટલું જ નહીં મિતલ રાચ્છ પર કાતર વડે હુમલો પણ કર્યો હતો.

ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. પરંતુ કોઈએ આ બંનેને છુટ્ટા પડવાની પણ તસ્દી લીધી નહોતી. અને ત્યાં હાજર મોટાભાગના લોકો તો વિડીયો ઉતરતા જોવા મળ્યા હતા. જો કે બાદમાં આ હુમલામાં ઇજાગ્રસ્ત મિતલ રાચ્છને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલે ખસેડાયો હતો. અને ઘટનાની જાણ થતાં એ-ડિવિઝન પોલીસે દોડી જઈ સિક્યોરિટી ગાર્ડની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud