મનપાની ચૂંટણી પૂરી થયા બાદ હવે જિલ્લા પંચાયતની ચૂંટણીની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે.
મહાનગરપાલિકામાં ભાજપે 18માંથી 17 વોર્ડમાં જંગી બહુમતી મેળવી કોંગ્રેસનાં સૂપડાં સાફ કરી નાખ્યાં
WatchGujarat મનપાની ચૂંટણી પૂરી થયા બાદ હવે જિલ્લા પંચાયતની ચૂંટણીની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપે 18માંથી 17 વોર્ડમાં જંગી બહુમતી મેળવી કોંગ્રેસનાં સૂપડાં સાફ કરી નાખ્યાં છે. ત્યારે હવે જિલ્લા પંચાયતમાં પણ ડંકો વગાડવા પુરજોશમાં પ્રચાર શરૂ કર્યો છે. કોંગ્રેસે પણ અસ્તિત્વ ટકાવી રાખવા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે મરણિયા પ્રયાસ શરૂ કર્યા છે.
રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠક માટે ભાજપ અને કોંગ્રેસનાં ઉમેદવારોએ પ્રચાર-પ્રસાર પુરજોશમાં શરૂ કરી દીધો છે. જેમાં કોંગ્રેસ જિલ્લા પંચાયતમાં શાસન જાળવવાની સાથે નાક બચાવવા અને ભાજપ જિલ્લા પંચાયતમાં કબજો કરવા મથામણ કરી રહી છે. જો કે રાજકોટ સહિત રાજ્યનાં 6 મહાનગરમાં ભાજપનો કેસરિયો લહેરાયો છે, જેની સીધી અસર આવનારી જિલ્લા પંચાયત, નગરપાલિકા સહિતની ચૂંટણીમાં જોવા મળશે. અને તેનો ફાયદો ભાજપને મળવાની પુરી શક્યતા છે. પરંતુ ખેડૂત આંદોલન અને ગામડાઓમાં વિકાસનો અભાવ કોંગ્રેસની મદદ કરે તે શક્યતાને પણ નકારી શકાય તેમ નથી. ત્યારે જિલ્લા પંચાયતનો આ જંગ રસપ્રદ બની રહેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
રાજકોટ જિલ્લામાં કુલ 9,60,551 મતદારો નોંધાયા છે. જે પૈકી 5 લાખ 3 હજાર 70 પુરુષ અને 4 લાખ 57 હજાર 479 મહિલા મતદારો નોંધાયા છે. જિલ્લા પંચાયતની 36 બેઠકો પર મતદારો શાંતિપૂર્ણ-સલામત રીતે મતદાન કરી શકે એ માટે 1146 મતદાન મથક ઊભાં કરવામાં આવ્યાં છે. ચાલુ મતદાન દરમિયાન ઈવીએમ મશીનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાય તેવા સંજોગોને ધ્યાને લઇ 10% રિઝર્વ ઈવીએમ રાખવામાં આવ્યાં છે.
આ ઉપરાંત જિલ્લા પંચાયતની ચૂંટણી માટે જ 7102 વ્યક્તિનો પોલિંગ-સ્ટાફ, 1218 પોલીસ-સ્ટાફ, તો 8 રિટર્નિંગ ઓફિસર, 22 આસી રિટર્નિંગ ઓફિસરો સહિતના કર્મચારીઓને પણ તૈનાત કરાયા છે. આગામી 28મી ફેબ્રુઆરીએ રાજકોટ સહિત ગુજરાતભરમાં 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તથા 81 નગરપાલિકાની ચૂંટણી યોજાશે, જેની મતગણતરી 2 માર્ચના રોજ થવાની હોઈ ભાજપ-કોંગ્રેસ તૈયારીમાં લાગી ગયા છે.