• મહાનગરપાલિકાની જેમ જિલ્લા પંચાયત કચેરીનો સ્ટાફ અને અધિકારી પણ સપ્તાહમાં એક દિવસ સાયકલનો ઉપયોગ કરે તે માટે જરૂરી વ્યવસ્થા ગોઠવી
  • તબીબોના જણાવ્યા મુજબ સાયક્લિંગ એ હૃદય, ફેફસાં અને મગજ માટે શ્રેષ્ઠ કસરત કહેવાય
  • કોરોના કાળમાં સાયકલ સ્વાસ્થ્યનો પર્યાય બની ચુકી છે

Watchgujarat. 3 જૂન સમગ્ર વિશ્વમાં સાયકલ દિવસ તરીકે ઉજવાય છે. આધુનિકતાના સમયમાં પણ સાઇકલનું મહત્ત્વ ખૂબજ વધુ છે. ત્યારે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખે અનોખી પહેલ કરી છે. વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદર પોતાના નિવાસસ્થાનેથી જિલ્લા પંચાયત કચેરી સુધી સાયકલ લઈને પહોંચ્યા હતા. તેમજ લોકોને સાયકલ અપનાવવા અપીલ કરી હતી. મનપાની જેમ જિલ્લા પંચાયતના કર્મચારીઓ અઠવાડિયામાં એક દિવસ કચેરીએ સાયકલ લઈને આવે તે માટેની વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું હતું.

જિલ્લા પંચાયત પ્રમુખ બોદરનાં કહેવા મુજબ, હાલ કોરોના કાળમાં સાયકલનો ઉપયોગ વધી રહ્યો છે. અને લોકો પોતાનું સ્વાસ્થ્ય જાળવવા માટે સાયકલ ચલાવી રહ્યા છે. પરંતુ આવા લોકોની સંખ્યા પ્રમાણમાં ઘણી ઓછી છે. સાયકલથી ઈંધણનો બચાવ થવાની સાથે પ્રદુષણમાં ઘટાડો થાય છે. અને ચલાવનારનું સ્વાસ્થ્ય પણ સુધરે છે. ત્યારે વધુમાં વધુ લોકોએ સાયકલનો ઉપયોગ વધારવો જોઈએ. સાથે મહાનગરપાલિકાની જેમ જિલ્લા પંચાયત કચેરીનો સ્ટાફ અને અધિકારી પણ સપ્તાહમાં એક દિવસ સાયકલનો ઉપયોગ કરે તે માટે જરૂરી વ્યવસ્થા ગોઠવી સર્ક્યુલર બહાર પાડવાની પણ તેમણે ખાતરી આપી છે.

ઉલ્લેખનીય છે કે, તબીબોના જણાવ્યા મુજબ સાયક્લિંગ એ હૃદય, ફેફસાં અને મગજ માટે શ્રેષ્ઠ કસરત કહેવાય છે. સાયક્લિંગના કારણે આ સ્નાયુઓ કાર્ય કરતા થાય છે. સાથે મગજને પૂરતો ઓક્સિજન મળતા એન્ડ્રોરફીન નામનો સ્ત્રાવ છૂટે છે. જેનાથી માણસનું મગજ એકાગ્ર રહે અને મન ખુશ હોય તેની ઈમ્યુન સિસ્ટમ ખૂબ સારી હોય જેથી તે બીમાર પડતો નથી. જો કદાચ પડે તો પણ રિકવરી ખૂબ ઝડપી હોય છે. અને કોરોના કાળમાં સાયકલ સ્વાસ્થ્યનો પર્યાય બની ચુકી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud