• સૌ પ્રથમ અને સૌથી વધુ 13 પ્રશ્નો જામકંડોરણા બેઠકનાં ભાજપનાં મહિલા સભ્ય કંચનબેન બગડાએ રજુ કર્યા
  • જીલ્લા પંચાયત પ્રમુખ દ્વારા તાલુકા ગ્રામ્ય સ્તર સુધી પ્રવાસ યોજાયો, એટલે ઘણા પ્રશ્નો સ્થળ પર જ ઉકેલાય ગયા
  • સામાન્ય સભાનાં એક સપ્તાહ અગાઉ સુધી પ્રશ્નો મૂકી શકાતા હોય પ્રશ્નોની સંખ્યા વધવાની પૂરતી સંભાવના

WatchGujarat. આગામી 20 ઓગષ્ટે જીલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક મળનાર છે. ત્યારે એજન્ડા બહાર પડયાના બે જ દિવસમાં અર્ધો ડઝન જેટલા સભ્યોએ 38 પ્રશ્નો રજૂ કરી દીધા છે. અને આ પ્રશ્નો હજુ વધવાની શકયતા છે. જીલ્લા પંચાયતની સામાન્ય સભા 20મીએ યોજાવાની છે. જો કે એક કલાકમાં કેટલા પ્રશ્નોની ચર્ચા થઈ શકે છે તે જોવું મહત્વનું બની રહેશે.

આમ તો સામાન્ય સભામાં કોઈ મહત્વની દરખાસ્તો નથી. છતાં નિયત સમયમાં સામાન્ય સભા યોજવી અનિવાર્ય હોવાથી આ સામાન્ય સભા બોલાવવામાં આવી છે. આ સિવાય પ્રશ્ર્નોતરી સાથેની સામાન્ય સભા વર્તમાન બોડીની પ્રથમ સભા છે. આ પૂર્વે એક બેઠક રાખવામાં આવી હતી. પરંતુ કોરોનાકાળને ધ્યાને રાખીને સંક્રમણ ન ફેલાય તે માટે સમજુતીપૂર્વક વહેલી આટોપી લેવામાં આવી હતી. જીલ્લા પંચાયત પ્રમુખ દ્વારા તાલુકા ગ્રામ્ય સ્તર સુધી પ્રવાસ યોજાયો હતો. એટલે ઘણા પ્રશ્નો સ્થળ પર જ ઉકેલાય ગયા હતા.  છતાં બે દિવસમાં ત્રણ ડઝનથી વધુ પ્રશ્ર્નો રજુ થઈ ગયાનું સુચક છે.

પ્રશ્નોની સંખ્યા અનુસાર વાત કરીએ તો સૌ પ્રથમ અને સૌથી વધુ 13 પ્રશ્નો જામકંડોરણા બેઠકનાં ભાજપનાં મહિલા સભ્ય કંચનબેન બગડાએ રજુ કર્યા છે. આ ઉપરાંત પ્રવિણાબેન રંગાણીએ 4, લોધીકા બેઠકનાં અલ્પાબેન તોગડીયાએ 4, શૈલેષભાઈ ડોબરીયાએ 6 પ્રશ્ન મૂકયા છે. વિપક્ષી નેતા અર્જુનભાઈ ખાટરીયાએ 9 તથા નયનાબેન બાડોદરાએ 2 પ્રશ્નો મુકયા છે. નિયમ અનુસાર સામાન્ય સભાનાં એક સપ્તાહ અગાઉ સુધી પ્રશ્નો મૂકી શકાતા હોય પ્રશ્નોની સંખ્યા વધવાની પૂરતી સંભાવના છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud